વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અપરાધ


'અપરાધગુનો નથી પણ મનનો ભાવ છે, જે વિકારોના વિકાસને કારણે ઉદભવે છે. લાગણીનો અભાવ અને મનની અશાંતિઅપરાધનો મુખ્ય સ્ત્રોત છે.'

આગળ હાઇવે બંધ છે, ચારેબાજુ સખત પાણી ભરાઈ ગયા છે. હજુ પણ વરસાદ અનરાધાર વરસી રહ્યો છે! આગાહી મુજબ વરસાદ બે-ત્રણ દિવસ પડવાનો છે. મને લાગે છે હવે વધુ આગળ જવા જેવું લાગતું નથી. 'જો ગાડી બંધ થઈ ગઈ તો આટલી અડધી રાત્રે જઈશું ક્યાં?' બહાર ભારે વરસાદ છે અને પાણી કમર સુધી ભરાયેલા છે. મારી સલાહ માનો "આગળ ચાર રસ્તે ડાબી બાજુએ ગાડીને વાળી દો! પાણી ઓસરે પછી નીકળી જઈશું"

અંધારી રાતનો સુમસામ હાઇવે! બીજી બાજુ અનરાધાર વરસાદ વરસે છે. અમાસની ભારે રાત છે, વાતાવરણ જાણે ગમગીન બન્યું હોય તેવું ભાસે છે. પાણી કમર સુધી ભરાઈ ગયા છે જોડે બિહામણી વીજળીના કડાકા-ભડાકા થાય છે. રસ્તે કોઈ દેખાતું નથી તેમજ વરસાદના કારણે લાઈટો ડુલ થઈ છે. કોઈ ચકલુંય ફરકતું નથી.

"મારી વાત માનો રવિ, અહીં સામે મને પેલી એક જૂની હોટેલ જેવું દેખાય છે. આપણે ત્યાં રાત રોકાવું પડશે! વરસાદ બંધ થવાનું નામ લેશે નહીં અને પાણી કમર સુધી ભરાઈ ગયા છે. નેટવર્ક ઇસ્યુ પણ છે... આપણે એ હોટેલમાં રોકાઈ જવું જોઈએ"

તૃપ્તિની વાત માનીને મેં ગાડીને ડાબી બાજુએ વાળીને પેલી હોટેલ તરફ દોરી ગયો. રસ્તે કોઈ નહીં, નકરું પાણી ભરાયેલું અને મુશળધાર વરસાદ. જેવી ગાડી ડાબી બાજુએ વાળી ને ત્યાંજ ગાડી અટકી પડી. વરસાદનું પાણી છેક ગાડીના કાચ સુધી આવતું હતું. પાણી ભરાઈ જવાના કારણે ગાડી ત્યાંજ બંધ થઈ ગઈ. માંડ ગાડીનો દરવાજો ખોલ્યો, તૃપ્તિ અને હું એ ભારે વરસાદમાં બહાર નીકળ્યા.

"રવિ, મારો ફોન... લાગે છે પાણી ઘુસી ગયું છે. ઘરે ફોન કેવી રીતે કરીશ? ઘરે રાહુલ મારી રાહ જોતો હશે! એ ક્યારનોય ટ્રાય કરતો હશે બટ! રવિ મને ચિંતા થાય છે. આ જગાએ કોઈ દેખાતું નથી અને એવામાં ગાડીએ સાથ છોડી દીધો. રવિ મને ડર લાગે છે ક્યાંક આપણી સાથે કંઈ અજુગતું નહીં બની જાય ને! આપણે જીવ બચાવવા પેલી સામે દેખાતી હોટેલે ભાગવું પડશે.."

તૃપ્તિની વાત સાંભળીને મેં ગાડીને લોક કરી. તૃપ્તિનો હાથ પકડ્યો અને બીજા હાથે બેગ લીધી અને કમર સુધીના પાણીમાં ઘુસી હોટેલ સુધી ચાલતા ગયા. પાંચેક મિનિટ ચાલવાનું હશે પછી હોટેલ આવી ગઈ. વરસાદ ધીમી ધારે વરસતો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, વાદળો ખસી રહ્યા હતા.

હું આગળ હોટેલના મેઈન ગેટ પાસે ઊભો રહ્યો. અંદર તરફ નજર નાખીતો જોયું, "વચ્ચે બગીચો હતો જેમાં મોટા ઘાસ ઊગી ગયા હતા. તેની જોડે વર્ષોથી બંધ એવો ફુવારો હતો. તેની સામેની તરફ બે-ત્રણ બાંકડા હતા, ત્યાં બાજુમાં મોટું વૃક્ષ હતું. હોટેલ બે માળની પણ બહુ જૂની ખંડેર જેવી હતી. દિવસેય ડર લાગે તેવી બિહામણી હતી. તૃપ્તિએ દરવાજો ખખડાવ્યો ને અમે અંદર તરફ ગયા.

આછી એવી પીળી લાઈટ ચાલુ હતી. ધીમા અવાજે રેડિયો વાગતો હતો. બીડીના ધૂમાડાની સ્મેલ આવતી હતી. રીસેપ્શન ડેસ્ક પર એક પંખો અને જૂનું ટેબલ હતું. બે ચોપડા અને અમુક ફાઈલો જેવું પડ્યું હતું. તેની બાજુમાં જૂનું કબાટ હતું ને તેની ઉપર ચાવીઓ લટકાવેલી હતી. દરેક ચાવીઓ પર લાલ કલરનો રંગ લગાડેલો હતો. રીસેપ્શન ડેસ્ક પર કોઈ હતું નહીં. મેં આમતેમ ડાફોડયા માર્યા કોઈ દેખાયું નહીં. બીજી બાજુ, તૃપ્તિને વોશરૂમ જવું હતું. પીળી લાઇટ જાણે માથું ફાડી નાખતી હોય તેવું લાગ્યું.

મેં જોરથી રાડ પાડી "હેય.... કોઈ છે? બે મિનિટ થઈ અમને આવ્યે કોઈ છે કે નહીં? સુઈ ગયા છો કે શું?"

સામે કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં.

તૃપ્તિને ડાબી બાજુએ વોશરૂમ જેવું દેખાયું ને મને પૂછ્યા વગર સીધી એ તરફ જતી રહી. આ બાજુ મેં ત્રણ-ચાર વાર રાડ પાડી, કોઈનો કોઈ રિસ્પોન્સ જ નહીં. એકબાજુ મને ગુસ્સો આવતો હતો ને બીજી બાજુ મગજ થાકયું હતું. સામે લટકેલી ઘડિયાળમાં જોયું તો રાતના અઢી થવા આવ્યા હતા. તરસ લાગી હતી ને બીજી બાજુ કકડીને ભૂખ લાગી હતી.

ત્યાંજ એક વૃદ્ધ ટાલિયો વ્યક્તિ મારી સામે આવ્યો. એનો દેખાવ જોઈ હું ડઘાઈ ગયો. પણ, તરતજ મારા મનને મનાવી લીધું કે 'એ માણસ છે'
                               એણે ફાટેલી લૂંગી પહેરેલી હતી, એક આંખે કાળો ડાઘ હતો. ઉપર જૂની વાસ મારે તેવી ટી-શર્ટ પહેરી હતી. તેનો બીજો હાથ લાલ કલરનો હતો. એ મારી સામે જોઇને હસ્યો અને કહ્યું "વેલ......કમ સાહેબ! કોઈ આવતું હતું નહીં પણ તમે આવ્યા. તમને કાયમ યાદ રહેશેહોટેલ!"

એટલું બોલ્યા પછી તેની દાઢીએ હાથ રાખ્યો ને હસવા લાગ્યો. હું મનમાં બોલ્યો 'આ ખસકેલ લાગે છે' આપણે ક્યાં રહેવું છે! કાલે સવારે સૂર્ય નીકળતા અહીંથી બહાર... તે ટાલિયો મારી સામે જોતો હતો. એવામાં તૃપ્તિ પણ આવી ગઈ અને મારી સામે જોઇને બોલી, 'ચાલને રવિ રૂમમાં... મને ડર લાગે છે'

એટલામાં પાછળની સીડીએથી કોઈના ઉતરવાનો અવાજ આવ્યો. હું ગભરાઈ ગયો, ટાલિયો હસ્યાં કરતો હતો. એ માણસ સિડીથી ઉતરતા સીધો ડેસ્ક પાસે આવી ગયો અને ટાલિયા તરફ ઈશારો કર્યો. એનો ઈશારો સમજી ટાલિયો તરત અંદરની તરફ ગયો. એ માણસે હાથ મારી તરફ લાંબો કર્યો અને અભિવાદન કર્યું.

"માય સેલ્ફ, અંગ પટેલ.. હું અહી મેનેજર છું. સોરી તમને તકલીફ પડી તે બદલ. અત્યારે બધા રૂમ અવેલેબલ છે જે જોઈએ તે કહી દો! સિંગલ, ડબલ, ફૂલ.....સમજી ગયા હશો તમે"

"યસ, ઓકે એક રૂમ આપી દો! કાલે સવારે અહીંથી નીકળી જઈશું. કોઈ પણ રૂમ હશે તે આપી દો અમને મંજૂર છે. આમેય વરસાદ બંધ થઈ ગયો છે અને કાલે જવું જરૂરી છે."    મેં વાતને પુરી કરી અને બીજા માળે બારી પાસેનો રૂમ નંબર '301' લીધો.

અમે સમાન લીધો, ચાવી હાથમાં લઈને ઉપર તરફ ગયા. જોડે અંગ પણ રૂમ બતાવવા આવ્યો અમારી જોડે. એટલામાં લાઈટો જતી રહી એકાએક નર્યું અંધારું થઈ ગયું. તૃપ્તિ રાડ પાડવા લાગી. અંગે અમને કહ્યું "આ રોજનું છે.. લાઈટનું જવુંઅહીંની રોજની બાબત છે. માટે ડરવું નહીં પણ હિંમત રાખવી"

એટલું બોલતાજ રૂમ આવી ગયો. અમે અંદર ગયા અને તરતજ દરવાજો બંધ કરી દીધો. તૃપ્તિ તરત મને વળગી પડી અને બોલી "આ હોટેલ ઠીક નથી લાગતી, આજની રાત ગમેતેમ કરીને કાઢવી પડશે! મને સખત ડર લાગે છે ક્યાંક આપણે ભરાઈ નથી ગયા ને?"
                              મેં એને શાંત કરી અને ચિંતાના કરવા કહ્યું. હું સોફા પર આડો પડ્યો અને તૃપ્તિ મારા ફોનમાં તેની અધૂરી વાર્તાનો અંત વાંચતી હતી. રાતના ત્રણેક વાગવા આવ્યા હતા. સુમસામ વાતાવરણ હતું, કોઈ અવાજ નહીં.. એક ટાંકણી પડે તો એનો પણ અવાજ આવે! નીરવ શાંતિ હતી, મારી આંખો મીંચાઈ ગઈ. તૃપ્તિ પણ ધીમે ધીમે ઊંઘમાં આવી ગઈ હતી. બારી ખુલ્લી રાખી હતી અને ઠંડા પવનમાં આંખ મીંચાઈ ગઈ.

રાતના સવા ત્રણ થવા આવ્યા હશે! તૃપ્તિ ફોન સાઈડમાં મૂકીને ઘસઘસાટ સુઈ ગઈ. હું સોફા પર ગાઢ નિંદરમાં હતો. એકાએક કોઈની કારમી ચીસ કાને પડી, "બચાઓ..... મને બચાઓ.. મને મારી નાખશે"   એ રાડ જેવી સંભળાઈ કે તરતજ મારી આંખ ખુલી ગઈ. હજુ કંઈક વિચારું ત્યાં ફરી અવાજ આવ્યો. એ અવાજ બારીની બહારથી આવતો હતો. તૃપ્તિ પણ જાગી ગઈ, તરત લાઈટ ચાલુ કરી પણ લાઈટ હતી નહીં!  હું સીધો તૃપ્તિની જોડે ગયો અને બારી બહાર જોયું..
                                  બારી બહાર એક વ્યક્તિ ઊંઘી દિશામાં ઊભી હતી. એના હાથમાં લોહીવાળુ ચપ્પુ હતું ને તે રોડ તરફ જોતી હતી.

"રવિ, જ્યારે આપણે આવ્યા ત્યારે કોઈ હતું નહીં અનેકોણ છે? મને ડર લાગે છે ક્યાંક આપણી જોડે.... રાહુલને હું શું જવાબ આપીશ?"         એમ તૃપ્તિ ગભરાયેલા સ્વરે બોલે છે.

"અરે! હું મેનેજર અંગને વાત કરું છું. આ કોણ છે એન્ડ કેમ અહીં છે?"       રવિ એટલું બોલીને તરત અંગને કોલ કરે છે.

એટલામાં રૂમનો દરવાજો જોરથી ખખડે છે. હું દરવાજો ધીમે રહીને અડધો ખોલું છું. દરવાજાની બહાર ટાલિયો બે-ત્રણ પ્લેટ લઈને ઊભો હોય છે. એને જોતા હું હાશકારો અનુભવું છું. એ અંદર આવે છે ને જોરથી હસે છે પછી પ્લેટ ટેબલ પર મૂકી દે છે.
આ બાજુ હું મનમાં બોલું છું 'સેન્સ લેસ પર્સન'  ટાલિયો જતા બોલે છે 'પ્રેમથી બનાવ્યું છે ખાઈ લે જો!' એટલું બોલીને હસે છે અને અંધારામાં ફટાક દઈને સીડીઓ ઉતરી જાય છે.

એ પ્લેટમાં ગરમ ભજિયાં, રોટલી, શાક, કઢી ને ભાત હોય છે. એ જોતાં મન લલચાઈ જાય છે. તૃપ્તિ તરત ટેબલ પાસે આવે છે અને ડીશમાં હાથ મારે છે. ખાવાનું ખવાઇ ગયું છે અને અમે બારી પાસે બેઠા છીએ.

તૃપ્તિની આંખમાં આંસુ આવી જાય છે. બારી બહાર જોતા બોલે છે "હું બહુ ખોટું કરું છું.. હું પરણેલી છું, બે બાળકોની માતા છું. છતાંય કોઈ અન્ય સાથે અહીં આવી છું. ઘરે રાહુલ મારી રાહ જોતો હશે! મારા સાસુ ને બાળકો બિચારા અડધા થઈ ગયા હશે! મારી કેટલી ચિંતા કરતા હશે? હું અહી.... " 

સામે રવિ તૃપ્તિનો હાથ પકડીને કહે છે "મારા ઘરે એજ વાતાવરણ બન્યું હશે! મારી ફૂલ જેવી દીકરી 'પરી' અને મારી વાઈફ.. અધૂરામાં આજે પરીની બર્થડે હતી અને હું અહીં..."
                               એકાએક બારી બહાર પેલો ટાલિયો આવી જાય છે. એ નીચેથી બૂમ પાડે છે અને કહે છે "ઉપર ભૂત છે ભાગો....."   એટલું બોલ્યા પછી હસવા લાગે છે.  એ ટાલિયાને જોતા અમે ડઘાઈ જઈએ છીએ.

એટલામાં રૂમની લાઈટ આવી જાય છે. લાઈટ આવતા રાહત અનુભવીએ છીએ, ત્યાંજ મારુ ધ્યાન દીવાલ પર જાય છે. દીવાલ પર નકરા લોહીના ધબ્બા, કાળા કલરના ડાઘા, અમુક વિયર્ડ ચિત્રો વગેરે હોય છે. એ જોતાજ તૃપ્તિ ડરવા લાગે છે. અમે ફટાફટ બેગ લઈને રૂમમાંથી બહાર નીકળીએ છીએ.

લાઈટ હોવાના કારણે સીધા નીચે જઈએ છીએ. ડેસ્ક પાસે નકરો બીડીનો ધુમાડો હોય છે, રેડિયો મોટા અવાજે વાગતો હોય છે. લાઈટ એકદમ આછી પાતળી હોય છે. ડેસ્ક પાસે લોહીના ડાઘ હોય છે. ટાલિયો સામેની ખુરશી પર ઝૂલતો હોય છે. હસતો હોય છે પછી તરતજ બંધ થઈ જાય છે.
                               આ બાજુ મેઈન ગેટ પાસે કોઈનો પડછાયો હોય છે. હું ચિંતામાં આવી જાઉં છું. તૃપ્તિ ડરવા લાગે છે... એટલામાં અંગ પાછળની સીડી પરથી નીચે ઉતરતો હોય છે.
બૂટનો ટકટક અવાજ, હાથમાં સિગાર, બીજા હાથમાં દારૂની બોટલ, માથે મોટી કેપ, આંખે ચશ્માં, ગોરો વાન, કદાવર બોડી, પાણીદાર આંખો, ધારદાર મૂછો, ફ્રેન્ચ કટ દાઢી અને કટ કરેલા કાળા વાળ.

હું અને તૃપ્તિ એને જોતા રહી ગયા. જ્યારે અમે હોટેલમાં આવ્યા હતા ત્યારે અંગ એકદમ શાંત, સીધો અને ડાહ્યો લાગતો. જ્યારે અત્યારે એનો દેખાવ જાણે કોઈ અસામાજીક વ્યક્તિ હોય તેવો લાગ્યો.

"હેય મિસ્ટર રવિ, કેમ ચોંકી ગયા મને આમ જોઈ? તૃપ્તિ રૂપારેલીયા કેમ મજામાં ને?"   અંગ મોટા અવાજે સીડીની ઉપર  ઉભો રહીને બોલે છે.
તૃપ્તિ મનમાં વિચારે છે 'એને મારુ આખું નામ ક્યાંથી ખબર પડી?'  આ બાજુ, ટાલિયો ધીમે રહીને હોટેલનો દરવાજો બંધ કરી દે છે. દરવાજો બંધ કરીને સીધો અંગની બાજુમાં જઈને ઉભો રહે છે.

અંગ સિગારના ધુમાડે પીળા બલ્બની નીચે ઉભો છે. સામે રવિ અને તૃપ્તિ ગભરાયેલા મોઢે ઊભા છે. ટાલિયો માથા પર હાથ મૂકીને ઊભો છે, રાતના સવા ચાર થવા આવ્યા છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઇ છે. વરસાદ બંધ થઈ ગયો છે અને ચારેકોર નકરી શાંતિ છે.

અંગ બૂટના ટકટક અવાજ સાથે સીડી પરથી ઉતરે છે. હાથમાં દારૂની બોટલ છે, આંખોમાં અલગ ચમક છે. ટાલિયો હસ્યાં કરે છે.   આ બાજુ મને મનમાં વિચાર આવે છે 'જરૂરકોઈ સાઇકો વ્યક્તિ છે. એની સાથે પંગો લેવો ભારે પડી જશે! મતલબ શાનપટ્ટીમાં અહીંથી ભાગવું પડશે..'
                                   હું તૃપ્તિનો હાથ ફિટ પકડું છું. એને કાનમાં ધીમે રહીને કહું છું 'પાછળનો દરવાજો ખુલ્લો છે, તરતજ ભાગી જઈશું. જો જીવતા રહી ગયા તો સારું નહીંતરગાંડાઓ મારી નાખશે!'

ટાલિયો તેની મસ્તીમાં છે અને અંગ ધીમે રહીને સીડીથી ઉતરે છે. હું સીધો તૃપ્તિનો હાથ ફિટ પકડીને એ દિશા તરફ ભાગુ છું. સીધા ભાગતા પાછળના વરંડા વાળા ભાગે જઈ અમે સીધા ગયા. વરંડાની પાછળ નાનો અમથો રૂમ હતો અને ત્યાં જઈને અમે દરવાજો બંધ કરી દીધો.

"ડોન્ટ વરી! સવાર પડતા આપણે અહીંથી જતા રહીશું. પણ, અત્યારે બહાર જવું એટલે ડેન્જર જોનમાં જવું...."   હું તૃપ્તિને કહું છું.
                દસેક મિનિટ બાદ જાણે બધું શાંત થઈ ગયું હશે તેવું લાગ્યું. એટલામાં એ રૂમમાં લાઈટ એકદમ ચાલુ થઈ. લાઈટ આવતા ખબર પડી કે..............!
એ અખોય રૂમ લોહીના ધબ્બા, કાળા કલરનો વિચિત્ર રંગ, ગંદી વાસ મારે તેવો ભયાનક રૂમ, બાજુમાં ઉકરડો પડ્યો હતો ને રૂમ આખોય કચરાપેટી સમાન...    હું એકદમ અવાક થઈ ગયો. મેં બીજી બાજુ નજર નાખી ત્યાં એક લાશ હતી જે લાશ સડી ગઈ હતી અને પૂરેપૂરી કોહવાઈ ગઈ હતી.

તૃપ્તિથી જોરથી રાડ પડી ગઈ. એટલામાં એ દરવાજો બહારથી ખખડયો.. અમે ખોલ્યો નહિ અને છેવટે તોડીને અંદર આવી ગયા. પહેલા ટાલિયો અંદર આવ્યો ને જોડે સિગારના ધુમાડા સાથે અંગ અંદર આવ્યો. એ બંનેને જોતા મને ફાળ પડી. મેં તરતજ એમને હાથ જોડ્યા અને કહ્યું "છોડી દો અમને, અમે બેય પરણીત છીએ.. મારે એક દીકરી છે અને એને પણ બાળકો છે! માફ કરી દો!"

તૃપ્તિ પણ મારી જોડે કરગરવા લાગી. એ જોતાં અંગ ખૂબ હસ્યો જોડે ટાલિયો પણ ગાંડાની જેમ હસવા લાગ્યો. અંગે તેની સિગાર નીચે નાખી અને બાજુમાં પડેલી ગંદી ખુરશીમાં બેઠો. પગ પર પગ ચડાયા, દારૂની બોટલ બાજુમાં મૂકી.. કોટમાંથી ગન કાઢી અને તૃપ્તિ સામે ધરી દીધી. જેવી ગન ધરી ત્યાંજ ટાલિયો રૂમમાંથી બહાર નીકળી ગયો.
                           અંગે કહ્યું, "હું અપરાધી છું કે તમે કોણ નક્કી કરશે? હું ખૂની છું કે તમે ગુનેગાર છો કોણ નક્કી કરશે? હું ગાંડો છું કે તમે ડાહ્યા છો કોણ નક્કી કરશે? હું સામાજિક છું કે તમે અસામાજીક છો કોણ નક્કી કરશે?"

તૃપ્તિ હાથ જોડી કરગરવા લાગી. દસેક મિનિટ બાદ અંગ ઊભો થયો અને એ રૂમમાં પડેલો જૂનો ફોટો બતાવ્યો. એ ફોટો બતાવી કીધું, "આ મારી વાઈફ છે.. સોરી હયાત નથી! કારણકે મેં એને મારી નાખી.."  
                             અંગ અમારી સામે બેઠો. અમે તેની જોડે હાથ જોડીને ઊભા હતા. એના હાથમાં દારૂની બોટલ અને ગન હતી. તૃપ્તિ રડતી હતી... એટલામા ટાલિયો આવ્યો અને બોલ્યો, 'જલ્દી કરો સવાર પડવા આવી....!'

મેં પૂછ્યું ,"કેમ વાઇફને મારી નાખી?"
સામે અંગ ચૂપ રહ્યો અને દરવાજા તરફ ઊંધો ઊભો રહ્યો.

પાંચ મિનિટ બાદ અંગે કહ્યું, "એ તમારા જેવી હતી.. લફળેબાઝ! હું એનો પતિ હતો છતાંય કોઈ અન્ય પુરુષ સાથે ચાલુ હતી. મેં લાગ જોતા તેને રંગે હાથ ઝડપી લીધી. ત્રણેક વાર વોર્નિંગ આપી પણ... છેવટે મારી હોટેલ પર લાવ્યો. ત્યારે પણ ભારે વરસાદ હતો, આ રૂમમાં ઘાતકી હત્યા કરી નાખી અને આત્મહત્યા નામ આપીને કેસ બંધ કરી દીધો. એને ઘરસંસારની પડી હતી નહીં.. એ કોઈના પ્રેમમાં હતી જે મારાથી સહેવાયું નહીં અને તેનું કાસળ કાઢી નાખ્યું. મેં અપરાધ કર્યો પણ તેણે પાપ કર્યું હતું."

પછી અંગ સીધો ફર્યો અને તૃપ્તિ સામે જોયું અને કહ્યું, "કેમ આવી ભૂલ કરી? શું પ્રેમ આવી રીતે થાય? શું લગ્ન બાદ દગો આપવો અને હદપાર કરવીપ્રેમ છે?"

ત્યારબાદ ટાલિયાએ રવીને કહ્યું, "તમારા આધાર કાર્ડ પરથી અમને ખબર પડી કે આ પતિ-પત્ની નથી. તમારા વર્તન પરથી અમને ખબર પડી આ પતિ-પત્ની નથી."
         અંગે તૃપ્તિ સામે ગન ધરી અને ગોળી માથે મારી દીધી. તૃપ્તિ ત્યાં ઢળી પડી ને રવિ સામે જોયું. અંતે રવિની સામે જોઇને બોલી, "આ પ્રેમહત્યારો છે.. મારો પતિ હોત તો વચમાં પડીને મને બચાવી હોત! પણ પ્રેમ થોડી બચાવે? પ્રેમતો મજા કરાવે અને છેલ્લે સજા.... આજ ફરક પતિ અને પ્રેમમાં છે. મેં અપરાધ કર્યો છે ને તેની સજા એક ગુસ્સે ભરાયેલા પતિ કરાવી રહ્યા છે.... રાહુલને કહેજો કે..... તૃપ્તિ અપરાધી છે!"

રવિ ત્યાં ઊભો રડે છે, અંગ લાગ જોતા દરવાજો બંધ કરી દે છે. ટાલિયો લાઈટ ઓફ કરી દે છે. દરવાજા બહાર ઊભા રહેતા અંગ બોલે છે, "પ્રેમમાં અપરાધ પણ સારો લાગે પણ, પ્રેમની અસર બાદ તે અપરાધ ઝેર જેવો લાગે."

                   હું તૃપ્તિની લાશ સામે ઊંધો બેઠો છું. એટલામાં અંગ અંદર આવે છે અને હું વિચારું એ પહેલા મને ગોળી મારી દે છે! તેમને લાગે છે હું મરી ગયો પણ હકીકતમાં હું બચી જાઉં છું. એ ગોળી માર્યા બાદ, તૃપ્તિની લાશને દાટી દે છે અને લોહીના ડાઘ સાફ કરે છે. એ સાફ કરતા અંગ બોલે છે, "હું અપરાધી નથી...અપરાધ કરનાને સજા આપી છે. ઘરતોડીને પ્રેમ કરવોમોટમાંમોટો અપરાધ છે. આવા પ્રેમીઓની કોઈ જગા નથીહોટેલમાં અનેદુનિયામાં... પ્રેમપૂર્ણ અને શુદ્ધ હોવો જોઈએ."

                             આજે છ મહિના બાદ હું સ્વસ્થ છું અને અંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. અંગ ઝડપાઇ ગયો છે અને મેન્ટલ ક્રેક થઈ ગયો છે. એના ક્રેક થવા પાછળ તેની પત્ની જવાબદાર હતી... મારા છૂટાછેડા થઈ ગયા છે અને હું એકલવાઈ જિંદગી જીવી રહ્યો છું.  તૃપ્તિના બાળકોને જોઉં છું અને મારી પરીને જોઉં છું તો મનમાં થાય છે,

"હુંઅપરાધી છું.... પણ, ખરેખર પ્રેમની સજા આવી મળે?
શું પ્રેમ કરવોગુનો છે? શું દરેક પર વિશ્વાસ કરવોઅપરાધ છે? શું પ્રેમ ગુનેગાર,ખૂની કે અપરાધી બનાવે છે? શું અંગે કરેલા અપરાધ પ્રેમમાં માફ છે? શું લગ્નબાદનો પ્રેમસ્વીકૃત છે? શું પ્રેમ કરવો જોઈએ? શું હું પણ અપરાધી બની જઈશ............?"

******
આ રહી હોટેલ.. આજે અહીં રોકાઈ જવું પડશે! કાલે સવારે ઘરે જતા રહીશું. મારા ઘરે કોઈને ખબર નથી કે હું તારી જોડે આવી છું..

                   હેલો અંદર કોઈ છે? સામે રવિ ઊભો છે અને રૂમની ચાવી આપે છે. ચાવી આપતા બોલે છે, "પ્રેમએ જિંદગી છે જે કસોટી કરે છે, પ્રેમએ મજા નથી પણ અપરાધ છે"

એકાએક અંધારું થઈ જાય છે અને ફરીવાર અપરાધની દુનિયા જન્મ લે છે.

- તીર્થ શાહ
               
       
                                      


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ