વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સર્વત્ર કૃષ્ણમય રાધા

ક્યારેક પ્રેમની પૂર્ણતા તો ,

ક્યારેક અધૂરા પ્રેમ નું સરનામું છે રાધા...

ક્યારેક વાંસળી નો મીઠો સૂર તો

ક્યારેક પંચજન્ય નો નાદ છે રાધા...

ક્યારેક ગોકુળના માખણ મિશ્રી તો ,

ક્યારેક મથુરાના છપ્પન પકવાન છે રાધા...


ક્યારેક કાળનો ઘાત તો,

ક્યારેક વેદનાઓનો આઘાત છે રાધા...


ક્યારેક નવપલ્લિત ઉત્સાહ તો ,

ક્યારેક રાહ જોતી આંખોનો થાક છે રાધા...


ક્યારેક મધમીઠી મીઠાશ તો ,

ક્યારેક અશ્રુઓ ની ખારાશ છે રાધા ...


ક્યારેક શબ્દોનો કલબલાટ તો ,

ક્યારેક મૌન વક્તવ્ય છે રાધા...


ક્યારેક પ્રેમ ની શીતળ ચાંદની તો ,

ક્યારેક વિરહની બળબળતી આગ છે રાધા...


ક્યારેક વૈશાખનો ધોમ ધખતો તાપ તો ,

ક્યારેક શ્રાવણ નો વરસાદ છે રાધા...


ક્યારેક પ્રેમ તરસ્યુ રણ તો,

ક્યારેક પ્રેમનો અગાધ સાગર છે રાધા...


ક્યારેક વસંતની લીલી કૂંપણો તો ,

ક્યારેક પાનખર નું ખરેલ પાન છે રાધા...


ક્યારેક રાધા દેખાય કૃષ્ણમાં તો ,

ક્યારેક કૃષ્ણ દેખાય છે રાધા..


ક્યારેક કૃષ્ણ નો આધાર તો ,

ક્યારેક કૃષ્ણ નો પર્યાય છે રાધા...


ક્યારેક કૃષ્ણનો અપાર પ્રેમ તો ,

ક્યારેક વીરહ અને તપશ્ચર્યાનું દ્રષ્ટાંત છે રાધા...


ક્યારેક પ્રેમ નો સાર તો ,

ક્યારેક અપૂર્ણતાનો ભાર છે રાધા...


ક્યારેક કૃષ્ણમય પ્રિયતમા તો ,

ક્યારેક કૃષ્ણમાંથી બાદ છે રાધા ...


દીક્ષા પંડ્યા જલ્પેશ પટેલ , ડાકોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ