વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું તો ક્યાં માંગુ છું

હું ક્યાં તારી પાસે જબરદસ્તીથી માંગુ છું,

તું આપે છે એટલે જ લઉં છું..


હું ક્યાં તારી પાસે ભીખ માંગુ છું,

તું આપે છે એટલે જ લઉં છું..


હું ક્યાં તારી પાસે રહેવા મહેલ માંગુ છું,

તું આપે એક ઝૂંપડું એમાં જ રહું છું..


હું ક્યાં તારી પાસે સુખના બાગ માંગુ છું,

તું આપે છે દુઃખના કાંટા એ સહું છું..


હું ક્યાં તને કોઈ બંધનમાં બાંધુ છું,

તું બંધાય છે એટલે બાંધુ છું..


હું ક્યાં તને મારાથી પારકો માનું છું,

તું મારો છે એટલે પોતાનો માનું છું..


હું ક્યાં મને તારી વ્હાલી ભક્ત માનું છું,

તું મને તારી માને છે એટલે હું ભજું છું..

©Niks ???? Se ???? Tak 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ