વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આશિષ

આર્શિવાદ

માંગ્યા કરતાં ઈછછા કરતાંને ભાગ્ય કરતાં

તેં મને આપ્યું ઘણું પ્રભુ..

બસ હવે આશિષ માંગુ એટલાં કે

તેં આપેલ આ સર્વ આર્શિવાદ બસ

                   મન ભરીને માણી શકું...

વર્ષા વસંતને આ પાનખર

પંખીઓનો મીઠો મધુર કલરવ

રંગબેરંગી પતંગિયાને ફુલોની મંજર

નિનાદ કરતાં આ ઝરણાંઓ સુંદર

બસ હવે આશિષ માંગુ એટલા કે..  

       આ સર્વને નીરખી

             મન ભરીને માણી શકું....

બનાવી માનવીને કરી તેં અજબ કરામત

સુખદુઃખની હેલીને આપી પાપપૂન્યની રમત

વળી રમવા આ રમતને આપ્યું એક અંતરમન

        માંગુ એટલું હવે પ્રભુ..

તેં બક્ષેલ  મુજ આ અંતરમનને

         શુધ્ધ ને સાચા હૃદયે જાણી શકું

તેં આપેલ  સર્વ આર્શિવાદને

               મન ભરી માણી શકું..

                               "તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ