વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જજો સમજી..!


અંગત કહું કે રંગત કહું, પણ છે વાત મજાની

ચાહતની પડી ગઈ છે આદત, હવે કહું શાનમાં.

જજો સમજી..!


સાદગી કહું કે રોશની કહું, પણ છે વાત મજાની

જણસ મારું તો તારો પ્રેમ, કહું હું તો એ શાનમાં.

જજો સમજી..!


દર્પણ કહું કે અર્પણ કહું, પણ છે વાત મજાની

શૃંગાર કરું તારા સ્પર્શનો બસ, જા કહું હું શાનમાં.

જજો સમજી..!


મૌન કહું કે પ્રીત કહું, પણ છે આ વાત મજાની

જોડાતો જાય શ્વાસથી શ્વાસ, લે કહું હું શાનમાં.

જજો સમજી..!


ભાષા કહું કે પરિભાષા કહું, છે વાત મજાની હો

મુગ્ધ આંખલડી ખોલે સૌ રાઝ, કહું છું શાનમાં હું.

જજો સમજી..!


કવન કહું કે કલમ કહું, ચલ છે વાત સાવ મજાની

ભવ ભવનો છે સંગાથ 'લાવણ્યા', કહું હું શાનમાં.

જજો સમજી..!



જયશ્રી બોરીચા વાજા

' લાવણ્યા '


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ