વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિતા


*પિતા*


     ' પિતા ' 'પપ્પા ' ' બાપુજી ' અને આધુનિક સમયમાં ' ડેડી ' . પિતા- વ્યક્તિ નહિ આખું વ્યક્તિત્વ . પિતા- બાળકોના વિશ્વની એવી વ્યક્તિ જેના માટે તેનું આખું વિશ્વ તેના સંતાનો જ હોય છે .

     પિતૃદેવો ભવ : ઉક્તિ સાર્થક પિતા જ્યારે પોતાની જરૂરિયાતની વસ્તુ ના લઈને સંતાનના શોખની પણ વસ્તુું લઈ આપે છે ત્યારે ખરેખર એ સંતાનના ભગવાનનું જ રૂપ લાગે છે . સતત પોતાના પરિવાર અને સંતાનનું જતન કરતા પિતા એવા કે ઘેઘૂર વડલા જેવા હોય છે જે પોતે ઠંડી તાપ વરસાદ બધું જ ઝીલી લે છે પણ પોતાના આશ્રિતોને તકલીફ વેઠવા દેતો નથી . ' માં ' માટે ગુણગાન ગાવા ટેવાયેલા આપણા હોઠો પર ' પિતા ' ની વાત જલદી આવતી જ નથી . માં તો ભગવાનનું જ રૂપ છે . પણ પિતા ભગવતીય સ્વરૂપ છે .

       પિતા ભલે બાળક સાથે વધુ સમય રહી નથી શકતા પણ તેમના હૃદયમાં હંમેશા બાળકો માટે પ્રેમ વહેતો જ રહે છે . તેમના મનમાં હંમેશા બાળકની , પોતાના સંતાનના ભવિષ્યની ચિંતાઓ જ સમાયેલી હોય છે. માતા ઘરની દિવાલો છે તો પિતા ઘર ની છત . એટલે જ તો એમને ' ઘરના મોભી ' કહેવાય છે .એવો મોભ જે હંમેશાં ઘરની દરેક વ્યક્તિ ની  દરેક પરિસ્થિતિમાં રક્ષા કરે છે . કઠોર દેખાતા પિતા ખરેખર હૃદયથી ખૂબ જ કોમળ હોય છે . સંતાનના દુઃખે દુઃખી થતા હોવા છતાં પોતે હિંમત રાખી અને સંતાનને દુઃખમાંથી બહાર લાવવા સતત પ્રયત્ન કરે છે .

      પિતા સંતાન ની દરેક મુશ્કેલીમાં અડીખમ રહે છે . મુશ્કેલીમાં મુકાયેલા ૩૦ વર્ષના યુવાન દીકરાને ૬૦ વર્ષનો બાપ જ્યારે કહે કે ચિંતા ના કરીશ બેટા હજી તારો બાપ જીવે છે . તો ગમે તેવી મુશ્કેલી હોવા છતાં દીકરો એ બાપની હિંમત થી મુશ્કેલી સામે લડી જાય છે . આ તાકાત છે પિતા શબ્દોની . સાઈઠ વર્ષની ઉંમરે પણ હિંમતથી કામ લે અને સંતાનોને પણ હિંમત આપે.

     ઘણીવાર ગુસ્સે થયેલા કે સંતાનને પોતાનું ધાર્યું ના કરવા દેતા પિતા કડવા લાગે છે . પણ એ કડવાશ તો લીમડા જેવી હોય છે . જે કડવો હોવા છતાં ગુણકારી હોય છે . પિતા હંમેશા દૂરંદેશી હોય છે .જે બાળકના સારા-ખરાબ ની હંમેશા ચિંતા કરતા હોય છે . તેમને મન તો બાળકનું હિત જ સર્વોપરી સમાયેલું  હોય છે છે .

    ખરેખર પિતા સંતાનોની ઢાલ હોય છે .જે તેમને હંમેશા દરેક અનિષ્ટથી બચાવે છે . પિતા માટે તો જેટલું લખીએ તેટલું ઓછું . પિતાનું વ્યક્તિત્વ એટલું ઊંચું છે કે જેને પહોંચવા માટે પ્રેમ અને આદરની  સીડી જોઈએ જ  .


દીક્ષા પંડ્યા જલ્પેશ પટેલ , ડાકોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ