વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આધાર

તુ જ મારો આધાર છે એ આધાર વગરની વાત છે

રામ વગર  કે સીતા વગર, રામાયણ કોના વગર નિરાધાર છે ?



કોઈની પાછળ તારુ નામ જોઈ, તને, જો, જવાબદારી ને બદલે આવનાર વંશજ ને વારસદાર  દેખાય 

તો આ તો સાવ, પુરુષત્વ વગરની વાત છે



સ્ત્રીઓની લજ્જા, પહેરવેશ ને વર્તણુક, આ જનીન બાંધ્યા સંસ્કાર છે ?

કે સદીઓથી, પુરુષોનો સંયમ, એ સ્ત્રીઓ પર લટકતી તલવાર છે



આ કયો આશીર્વાદ છે અખંડ સૌભાગ્યવતી પાછળ

આ તો એક, ડરામણી ચેતાવણી છે, બાકી 21મી સદીમા પણ કેમ સાવ આ પાયા વગરની વાત છે 


મોસમી/માનુની




 



    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ