વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિતામય

ભગ્નહૃદયી શબ્દોને એણે કવિતામાં ગૂંથી લીધા. પણ કવિતામાં ઉતારેલો વિષાદ એને જ ઘેરી વળ્યો. કવિતાનો છેલ્લો શબ્દ લખતા સુધી એના શરીરના આંતરિક અને બાહ્ય બંને જ જગતના અણુ અણુ વિખેરાઇ ચૂક્યા હતા. 

એણે આંખો મીંચી લીધી. ચહેરા પર હાથ ભીંસી લીધો. એની બંધ આંખોના ખૂણેથી ઉષ્ણાશ્રુ સરી પડ્યું. 

આંસુઓ સાથે થોડો ભાર વહી જતાં એ સહેજ હળવો થઈ જાગ્યો. એણે આંખો ચોળી. 

પોતાને પોતાની જ ભાવના સમજવામાં કંઈક ગફલત થતી હતી, "હું કવિ છું કે પછી આ કવિતા જ 'હું' છું?"

અચાનક પોતાના ગળામાં આરોપિત સ્નેહાળ હાથ અને મૃદુ અવાજને કારણે એ ચમક્યો, "શું થયું કવિશ્વર? તમે ફરી કવિતામય બની ગયા?"

એણે બાઘી નજરે તેણી તરફ જોયુ.

આવી નજરની આદી હોય એમ તેણી હસી અને ફરી રણકી, "અરે! આ તમારો મલ્ટીપલ આઈડેન્ટીટી ડિસઓર્ડર... ચલો તમારી દવાનો સમય થયો."


----


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ