વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંતિમ ઈચ્છા

હું નહોતો જાણતો કે હું કઈ જગ્યાએ હતો. મારી છેલ્લી યાદ એટલી જ હતી કે, હું ત્રસ્ત થઈ દુનિયાથી દૂર થવા માંગતો હતો અને એક મોટી નદીના ઊંચા ખડક ઉપર ઊભો હતો. પણ આમ અચાનક હું આ અજાણી જગ્યાએ કઈ રીતે આવી ચડ્યો હોઈશ? 

મને રસ્તાની બંને તરફ આગ સિવાય કંઈ જ દેખાતું નહોતુ. હું એક પુલ પાસે આવી અટક્યો અને નીચે નજર કરી. નદીમાં પાણીની જગ્યાએ ધગધગતો લાવા વહેતો હતો. પુલ પાર કરીને આગળ જવું કે નહિ એ વિશે હું દ્વિધામાં હતો.

આખરે મને એક સજ્જન દેખાયા. હું એની નજીક ગયો અને પૂછયું, "શ્રીમાન, મને અહીંથી આગળ જવાનો રસ્તો કહેશો? હું આ અજાણી જગ્યાએ અટવાઈ ગયો છું. શું હું આ પુલ પરથી જ આગળ જઈ શકીશ? 

એ સજ્જને મને ઉપરથી નીચે જોયો અને હસીને કહ્યું, "શું ખરેખર તું આગળ, પુલને પેલે પાર જવા માંગે છે? ફરી એકવાર વિચારી લે."

થોડા આંતરિક દ્વંદ્વ બાદ મારા મુખેથી એમના પ્રશ્રના ઉત્તરરૂપે 'ના' નીકળી અને બીજી જ પળે તરવૈયાએ ખેંચીને મને કિનારા પર મૂકી દીધો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ