વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમજાય તોયે બસ

લગાગાગા લગાગાગા લગાગાગા

વ્યથા મા-બાપની સમજાય તોયે બસ,

મળે  જે  વારસો  સચવાય તોયે બસ.

સમય  ક્યારેક  કડવો  ને  કદી  મીઠો,

વખત કપરો સદા વિસરાય તોયે બસ.

ઘસાયા  જિંદગીભર  બાપ  સૌ કાજે,

બધાને  ખોટ  જો  વર્તાય  તોયે  બસ.

જગા  મનમાં  તમારાં  જે  કરી લોભે,

કબરમાં લોભ  જો દફનાય તોયે બસ.

વડીલો ચાહતાં એ રાહ ચાલો 'જય',

તમારો  પથ  હવે  બદલાય તોયે બસ.

પ્રેમ ???? જય લીમ્બચીયા

પોર, વડોદરા ૧૮.૦૪.૨૦૨૨

વતન - વરખડ, રાજપીપલા


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ