વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હેવાન

ભજન ગાયીકા નિરાલીના પુત્ર સુનીલની સ્મશાન યાત્રામાં હજારો માણસો જોડાયા હતા. નિરાલીએ રડતી આંખ સાથે સૌથી પ્રથમ પોતાના દીકરાને ખભો આપ્યો હતો. ભજન ગાયીકાનો દીકરો સુનીલ રિયાલીટી શો આવતી કાલનો સંગીતકારસ્પર્ધામાં પહેલા દશમાં પસંદગી પામી ચૂક્યો હતો. પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો. સ્પર્ધાનો દોર ચાલુ જ હતો અને એ દરમ્યાન જ એનું ખૂન થયું. સુનિલ એની હોટેલ રૂમમાં એકલો હતો તે દરમ્યાન કોઈએ એના કપાળ પર એક બુલેટ ધરબાવી દીધી હતી. પોલીસે ઘટતા કાગળીયા કરી લાશનો કબજો નિરાલીને સોંફ્યો હતો. સ્મશાન ઘાટ પર ચિતા ખડકાઈ. અને માએ અશ્રૂધોધ સાથે પોતે આગ ચાંપી હતી. સુનીલ એનો દત્તક લીધેલ પુત્ર હતો. માનો એકનો એક દીકરો ભસ્મ થઈ ગયો હતો.

મોટિવ અને મર્ડરર શોધવા ક્રાઈમબ્રાન્ચની આખી ટીમ કામે લાગી ગઈ હતી. એના અનેક મિત્રો અને ઈર્ષ્યાળુ દુશ્મનો પણ હતા. સોહામણો અને રંગીલા સ્વભાવનો સુનીલ સ્ત્રી મિત્રોથી ઘેરાયલો રહેતો હતો. પોલીસ ટીમને મર્ડર વેપન મળ્યું ન હતું. સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા, સ્પર્ધામાંથી લઈ દૂર થઈ ગયેલાઓથી માંડી, સ્પર્ધામાંના ગાયકો અને આયોજકોની કડક તપાસ થતી રહી. ઘણાંના ફિંગર પ્રિન્ટસ લેવાયા. બે વીક થઈ ગયા. મમ્મી નિરાલી મુંબઈથી પોતાના ઘરે દિલ્હી પહોંચી ગઈ. દિવસો વીતતા ગયા. ગુનેગાર પકડાયો નહિ. દુઃખનું ઓસડ દહાડા નિરાલી માટે કારગત ન નિવડ્યું. પુત્ર શોક વધતો ગયો. ડિપ્રેશન વધી ગયું. અને એક દિવસ ઝેરી દવા લઈને આત્મહત્યા કરી લીધી. ન્યુઝ મીડિયા, સોસિયલ મીડિયાએ ફરી બે દિવસ કાગારોળ મચાવી અને બીજા વિષય તરફ વળી ગયું.  સંગીત સ્પર્ધા પૂરી થતાં મીડિયા પણ શાંત થઈગયું હતું. સુનીલ અને એની મા નિરાલી અવસાન પામી અને એની પાછળ કોઈ સ્વજન હતું નહિ. કોઈ ખાસ મિલ્કત પણ હતી નહિ. ત્રણ ચાર મહિનામાં જ મા દીકરો ભૂલાઈ ગયા.

સુનીલ મર્ડર કેસની ફાઈલ બંધ નહોતી થઈ. ક્રાઈમબ્રાંચની  સિનીયર ઈનસ્પેકટર શીતલ આહુજાના હાથમાં સુનીલ મર્ડર કેસ સોંફાયો. દશમાં સિલેક્ટ થયેલી એક છોકરી પર શીતલનું ધ્યાન કેંદ્રીત થયું. નંબર વન થઈ શકે એવી ગાયીકાએ એક પછી એક ભૂલો કરવા માંડી અને સ્વેચ્છાથી એલિમિનેશન સ્વિકારી લીધું હતું. એ હતી કેયા.

કેયા સુન્દર હતી. મીઠ્ઠી હતી. સુનીલની મિત્ર બની ગઈ હતી. સુનીલની હત્યાના ચાર દિવસ પહેલાં કેયાએ, સુનીલની મમ્મી નિરાલી સાથે એક હોટેલમાં લંચ લીધું હતું.

ઇનસ્પેક્ટર શીતલ અમદાવાદ કેયાને ત્યાં તપાસ કરવા ગઈ.

કેયા, તું જ નંબર વન બનીશ એવી મારી ધારણા હતી. હું દર શનિ રવિ તમારો પ્રોગ્રામ જોવા ટીવી સામે બેસી જતી હતી. એકદમ શું થયું કે ખૂબ જલ્દી એલિમીનેટ થઈ ગઈ.

ના, તમે માનો છો એવું સરસ હું ગાતી નથી. બસ, શોખને ખાતર થોડું ગાઉં છું એજ.

બેટી, વધુ વિનમ્ર થવાની જરૂર નથી. ચોક્કસ પણે તું કેળવાયલી ગાયીકા છે. એની સાક્ષી આ દિવાલ પરનો ફોટો છે. આ તારી સાથે હાર્મોનિયમ પર કોણ છે?’ ઇનસ્પેટર શીતલે પ્રેમથી પુછ્યું.

એ મારા પપ્પા છે.

;હા હું જાણું છું. પ્રખ્યાત ગઝલ ગાયક રાજેંદ્રજીને કોણ ન ઓળખે. તું રાજેંદ્રજીની બેટી છે તે લોકો ન જાણે પણ મારા કોલેજ કાળમાં એઓ ખૂબ જાણીતા હતા. અમારી કોલેજમાં એક ગઝલનો પ્રોગ્રામ હતો એમાં એમને આમંત્રીત કર્યા હતા. એમની સાથે ગાવામાં એક કંપેનિયન ગાયીકા એક છોકરી પણ હતી, એ કોણ તારી મમ્મી હતી?’

ઈંસ્પેકટર શીતલજી એ મારા જન્મ પહેલાંની વાત. મને ખબર નથી કે એની સાથે કોણ એમના પ્રોગ્રામમાં જતું હતું. મમ્મીના કહેવા મુજબ મારા જન્મ પછી એમણે બહાર પ્રોગ્રામ આપવાનું બંધ કર્યું હતું. મારા દાદાનો એક્ષપોર્ટ ઈંપોર્ટનો બિઝનેશ છે. તેમાં જ વ્યસ્ત રહેતા હતા. માત્ર શોખ ખાતર રોજ સવારે ચાર થી છ બે કલાક રિયાઝ કરી લેતા. એઓ પોતાની રીતે શાસ્ત્રીય રાગમાં ગઝલ કંપોઝ કરતા અને મને પણ શીખવતા. હું એલિમિનેટ થઈ પછી થોડા દિવસમાં જ એઓ હાર્ટએટેકમાં ગુજરી ગયા.

તું સુનીલને કેટલા સમયથી ઓળખતી હતી?’

અમારી ઓળખાણ આવતી કાલનો સંગીતકારપ્રોગ્રામમાં જ થઈ હતી.

આ પહેલાં તું એને ઓળખતી હતી?’

ના

અત્યારે તારી મમ્મી ક્યાં છે?’

પપ્પાના અવસાન પછી ધીમે ધીમે એમણે ઓફિસનું કામ સંભાળવા માંડ્યું છે. અત્યારે તે ઓફિસમાં જ હશે. મેમ, આ બધું તમે અમને કેમ પુછો છો? સુનીલના ખુન માટે તમને મારા પર શંકા છે?’

ના કેયા, અત્યારે તો તારા પર અમને જરા પણ શંકા નથી. બધો આધાર તારી પાસેથી સાચી માહિતી ઉપર છે. ગભરાઈશ નહિ અને ચિન્તા પણ કરતી નહિ. અમારે સુનીલની ફાઈલ બંધ કરતાં શક્ય એટલી માહિતી એના ડેટા બેઈઝમાં મૂકવા પડે એટલા માટે પુછું છું. તને ઠીક ના લાગે તેના તારે જવાબ ન આપવા. કેયા તારે સુનીલ સાથે કેવા સંબંધ હતા?’

સંબંધ? ખાસ કઈં જ નહિ. સંબંધ માત્ર સંગીતની પ્રેક્ટિસ પુરતો જ. એ હેન્ડસમ હતો. કોઈપણ છોકરીને એની સાથે મૈત્રી કરવાનું ગમે એવો હતો. એ મને પણ ગમતો હતો. પણ હું એને બોયફ્રેન્ડ તરીકે તો ન જ રાખું. એ કોઈ એકને વફાદાર રહે એવો ન હતો. મ્યુઝિક કોમ્પિટશનના પ્લેટફોર્મ પર ઘણાંની એકમેક સાથે મૈત્રી થાય છે ત્યાર પછી ભાગ્યે જ એકમેક સાથે સંબંધ જાળવી રખાય.

એની સાથે ઘણી છોકરીઓએ શારીરિક સંબંધ બાંધ્યા હતા એ વાત સાચી?

મેડમ એવી અફવા ચાલતી પણ, સાચી કે ખોટી વાત તે મને ખબર નથી.

કેયા, એક સીધો અને છેલ્લો સવાલ. તારે સુનીલ સાથે શારીરિક સંબંધ હતા? તું એની સાથે સૂતી હતી? તેં એની સાથે કેટલીવાર સેક્સનો આનંદ ભોગ્વ્યો હતો? દરેક પ્રશ્ન સાથે ઇંસ્પેકટર મેડમના અવાજમાં સત્તાની તાકાત હતી. કેયા ધ્રૂજી ઉઠી. આંખમાંથી રેલા ઉતરવા લાગ્યા.

મેડમ, આઈ એમ સોરી, આઈ ડોન્ટ વોન્ટુ ટોક એબાઉટ ધીસ. મારે આ બાબતમાં કશું જ કહેવું નથી. સોગન પૂર્વક કહું છું કે મેં સુનીલનું ખુન કર્યું નથી. એની હત્યા સાથે મારે કોઈ પણ સંબંધ નથી. પ્લીઝ લીવ મી એલોન.

કેયા, ડોન્ટ ક્રાય. તું સસ્પેક્ટ નથી. પણ અમારી ફરજ છે કે ફાઈલ બંધ કરતાં પહેલાં શક્ય એટલી ઈંક્વાયરી રિપોર્ટ ભવિષ્યની તપાસ માટે ભેગો કરવો પડે. કદાચ દશ પંદર વર્ષ પછી પણ આ કેસ રીઓપન કરવો પડે તો શક્ય એટલી માહિતી એમાં હોવી જ જોઇએ. ભલે તું આજે આ સવાલનો જવાબ ન આપે પણ પચ્ચીસ વર્ષ પછી પણ આ કે આવા સવાલોના જવાબ પોલીસ કે કોર્ટને આપવા પડશે.

મારે તારી મમ્મીને પણ કેટલીક વાત પુછવી છે. એમને પોલીસ સ્ટેશન પર આવવાનું ફાવશે કે અમે એમની ઓફિસ પર જઈએ?’

આપ મમ્મીને જ પુછી લો.કેયાએ એની મમ્મી ભારતીનો ફોન આપ્યો.

બીજે દિવસે ભારતી, પોતાની પુત્રી કેયાને લઈને પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ. સાથે એનો વકીલ પણ હતો.

થેન્ક ફોર કમિન્ગ વિથ કેયા ભારતીબેન. અમારી પાસે બધી જ માહિતી છે. હવે કશું જ ચૂપાવવાનો અર્થ નથી. અમે મેળવેલી માહિતીના કન્ફર્મેશન માટે અમે જે પુછીએ તેના જો સાચા જવાબો ન મળે તો અત્યારે જ ફાઈલ ઓપન કરી સસ્પેક્ટ તરીકે બન્નેની જુબાનીઓ જાહેર કરવી પડશે. અત્યારે અમારી પાસે સુનીલની હત્યાની લિન્ક તમારા સૂધી પહોચે એટલી માહિતી છે જ. હત્યાના મોટિવમાં કેયા છે. ભલે એમાં એનો હાથ નથી. મારા પુછ્યા વગર એ રાતથી વાત શરૂ કરો જ્યારે કેયા સુનીલ પાસે ગીતના સરગમના રિહલ્સલ  માટે ગઈ હતી. કેયા યુ સ્ટાર્ટ ફર્સ્ટ.સિનીયર ઇનસ્પેકટર શીતલે આગળ પાછળની પ્રસ્તાવના વગર ઈનક્વાયરી શરૂ કરી. બે મહિલા સબઈંસ્પેકટર અને પોલીસ પ્રોસિક્યુટરની હાજરીમાં કેયાનું બયાન શરું થયું.

હું રિયાલિટી શો પહેલાં સુનીલને ઓળખતી ન હતી. સુનીલ અને અમારી ઓળખાણ શો દરમ્યાન જ થઈ. સુનીલ ભલો અને આકર્ષક યુવાન હતો. એણે મને એક ગીતના વચ્ચેના સરગમના રિહલ્સલને માટે એના રૂમ પર બોલાવી. સામાન્ય વાતચીત પછી એણે કહ્યું કે કેયા યુ આર મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. આપણે શોમાં જીતીયે કે ન જીતીયે પણ હું તારી સાથે જ જીવન જીવવા માંગું છું. આ મારી એકાએક ઉદ્ભવેલી લાગણી છે. લવ એટ ફર્સ્ટ સાઈટ. હું ગરીબ માનો દત્તક લીધેલો છોકરો છું. તું મારી સાથે લગ્ન કરશેને?’

મેં કહ્યું આર યુ ઈંસેઇન? ગાંડો થયો છે?. આપણે તો એકબીજાને ઓળખતા પણ નથી.

એણે કહ્યું ચાલ આપણે અત્યારે જ એક બીજાને ઓળખી લઈએ. એણે શર્ટ કાઢ્યૂં. હું પ્રતિકાર કરતી રહી. એણે મને પીંખી નાંખી. હી રેઇપ મી. હી રેઇપ મી. મારા પગમાં તાકાત ન હતી. અવાજ બંધ થઈ ગયો હતો. ત્યાર પછી વહેલી સવારે એ મને રિક્ષામાં અમારી રૂમ પર મૂકી ગયો. મેં મમ્મીને ફોન કર્યો. મમ્મી અને પપ્પા દોડી આવ્યા. પોલીસમાં ફરિયાદ કરવા જવાના હતા. આમ તો પપ્પા મમ્મીએ એને ટીવી ઉપર જોયો જ હતો પણ એક ફોટો જરૂરી હતો. મેં ઓળખ માટે લેવાયલો એક ફોટો બત્યાવ્યો જેમાં સ્ટુડુયો સેટ પર સુનીલ એની મા ના આશીર્વાદ લેતો ક્લોઝપ ફોટો હતો. એકદમ પપ્પાએ પોલીસ ફરીયાદ કરવાનો વિચાર માંડી વાળ્યો.

ભારતી, એવું તે શું થયું કે દીકરીના પર થયેલો બળાત્કાર પોલીસને જણાવવાને બદલે એ દુઃખને અંદરને અંદર સમાવી દીધું.ઇંસ્પેકટર શીતલે પુછ્યું

સુનીલ મારા પતિ રાજેંદ્રનો દીકરો હતો. અમને ખબર ન હતી કે તેઓ એક બીજાના ભાઈ બહેન છે.

કેયા અડધી ઉભી થઈને બરાડી ઉઠી મમ્મી વ્હોટ આર યુ ટોકિંગ એબાઉટ? હાઉ કમ સુનીલ ઈઝ માય બ્રધર?’

જરા વિસ્તારથી સમજાવશો; કે આખી વાત શું છે? અમને પણ હજુ સમજ નથી પડતી.સિનીયર ઈંસ્પેક્ટર શીતલે પુછ્યું.

મેડમ, આ વાત બાવીશ વર્ષ પહેલાં ની છે. રાજેંદ્ર સંગીતકાર હતા. એ કોઈ અજાણી ગઝલ લેતા અને પોતાની રીતે શાસ્ત્રીય રાગમાં કંપોઝ કરતા અને ગાતા. એમણે ધીમે ધીમે પબ્લીક પ્રોગ્રામ આપવા માંડ્યા. એમણે મને પણ સંગીત શીખવવા માંડ્યું પણ મને ખાસ રૂચી ન હતી. એ મને શીખવતા ત્યારે અમારા ઘરની કામવાળી છોકરી દુર્ગા કામ કરતાં કરતાં અમારા રિયાઝ અને વાતો સાંભળતી. ગરીબ ઘરની હતી. મારા સસરાની એ વ્હાલી દીકરી બની ગઈ હતી. એનો કુમળો કંઠ સારો હતો, એકવાર એ કચરો વાળતા મને શિખવેલી ગઝલ મારા કરતા સારી રીતે ગણગણતી હતી. અમે એને ખુલ્લા ગળાથી ગાવાનું કહ્યું. એણે સરસ ગાયું. રાજેંદ્ર એને પોતાની સાથે પ્રોગ્રામમાં ગાવા લઈ જતા. એ માત્ર પંદર વર્ષની હતી. સરસ ગાતી હતી. અમે એનું નામ બદલી નિરાલી રાખ્યું. બન્નેની જોડી પ્રખ્યાત થવા માંડી.

ભારતી વાત કરતાં અટકી. એણે પાણી પીધું. વાત ચાલુ રહી.

એ જ અરસામાં હું પ્રેગનન્ટ થઈ. હું મારા પિયરમાં હતી. નબળી ક્ષણે રાજેંદ્રની મતિ ભ્રષ્ટ થઈ. એમણે દીકરી કે બહેન જેવી દુર્ગાને બળત્કારે પ્રેગનન્ટ બનાવી દીધી. ઘરમાં હું નહતી. દુર્ગાએ મારા સસરાને વાત કરી. રાજેંદ્રએ એનો ગુનો કબુલ કરી માફી પણ માંગી. મારા સસરાનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો. એમણે મારા પતિને નેતરની સોટીથી દુર્ગાની હાજરીમાં ખુબ માર માર્યો. મારા સસરાએ દુર્ગાને પૂના મોકલી આપી. જ્યાં એણે એક દીકરાને જન્મ આપ્યો. પછી એને દિલ્હીમાં ઘર લઈ આપ્યું અને એને સમજાવી કે આ બાળકને તેં દત્તક લીધો છે એમ જ જાહેર કરજે. મા બનવા માટે તું નાની છે. એણે નિરાલી નામ ચાલુ રાખ્યું એના નામ પર મારા સસરાએ બેંકમાં પૈસા મુક્યા જેના વ્યાજમાંથી એનો નિર્વાહ ચાલ્યો. મારા સસરાએ આ વાત એમના અવસાન સમયે કહી હતી. એણે પૂના છોડ્યા પછી તે દિલ્હીમાં હતી તેનાથી અમે અજાણ હતા. રાજેંદ્રએ બહારના પ્રોગ્રામ બંધ કર્યા. એમના સંગીતને એમણે ઘરના ઉંબરાની અંદર જ પુરી દીધું. પિતાજીના બિઝનેશને સંભાળી લીધો. દીકરી કેયા પાંચ વર્ષની થઈ પછી એને એમણે સંગીત શીખવવા માંડ્યું

જ્યારે કેયાએ અમને બોલાવીને ફોટો સુનીલનો ફોટો નિરાલી સાથે બતાવ્યો ત્યારે જ ખબર પડી કે સુનીલ નિરાલી અને રાજેંદ્રનો દીકરો છે. અમે દિલ્હીમાં નિરાલીને કેયાની ગેરહાજરીમાં મળ્યા. એ નિરાલી દુર્ગા બની ગઈ. એણે સુનીલ સામે એકવારપણ જોયું નહિ. મને કહ્યું આપ દીકરીને સંભાળી લો. હું સુનીલને સંભાળીશ. એ બાપની જેમ છકેલ થઈ ગયો છે. દીકરી કેયાને જણાવવાની જરૂર નથી કે આ હેવાન એનો ભાઈ છે.

અમે પોલિસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું. પરસ્પર માફી માંગી છૂટા પડ્યા. અમે અમદાવાદ આવી ગયા. નિરાલી સીધી મુંબાઈ ગઈ જ્યાં પ્રોગ્રામનું સુટિંગ થતું હતું.

કેયા તને કેવું લાગ્યું?’

ઓહ માય ગોડ!  આઈ ડિડન્ટ નો અન્ટિલ ધીસ મોમેન્ટ ધેટ સુનીલ ઈસ માય બ્રધર. ઓહ માય ગોડ. મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે પપ્પા મમ્મી નિરાલીજીને ઓળખતા હતા અને મારા રેપ અંગે એમને મળ્યા હતા. અને પોલિસને ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો હતો. મને તો સુનીલની મમ્મીએ મુંબઈ હોટલમાં મળવા બોલાવી હતી. મારી ખૂબ માફી માંગી. પગે લાગ્યા. મને નિરાલીના અમારા પરિવાર સાથેના સંબંધની જાણ તો અત્યારે આ ઓફિસમાં જ થઈ. મારું મન રેઇપ ઘટના પછી અસ્વસ્થ હતું. ગાવામાં ચિત્ત ન હતું. હું એલિમિનેટ થઈ ગઈ. મુંબાઈથી અમદાવાદ આવી ગઈ. મારા પપ્પાને આઘાત લાગ્યો. એમને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા. એના ત્રીજા દેવસે અમને સમાચાર મળ્યા કે સુનીલનું ખૂન થયું છે. અમે એની શ્મસાન યાત્રા ટીવી પર જોઈ હતી.કેયાએ વાત પુરી કરી.

હવે ભારતીજી અમારી ડિટેકટિવ ટીમે એ શોધ્યું છે કે નિરાલીએ આત્મહત્યા કરતાં પહેલાં તમને એક કાગળ મોકલ્યો હતો. આપની પાસે એ પત્ર છે?’

હા, એ હું મારી સાથે લાવી છું. કદાચ સુનીલની હત્યાનો આરોપ અમારા પર આવે તો બચાવને માટે જરૂર પડે.

આપ અમારા ઓફિસરને આપશો કે એ બધાની હાજરીમાં વાંચે અને એનું રેકોર્ડિંગ પણ કરી શકાય. આ ઓરિજીનલ અમારી પાસે રહેશે. એની કોપી અને રિસિપ્ટ આપને મળશે.

ઓફિસરે એ ટૂંકો પત્ર વાંચ્યો.

ભારતીભાભી,

મેં સુનીલ સાથે ઘણી વાતો કરી. ન છુટકે એટલું કહ્યું કે કેયા તારી બહેન છે. તો કહે કે મને ખબર નથી કે મારો બાપ કોણ છે. મારી મા કોણ છે. હું તો તારો દત્તક દીકરો છું. મારે કોઈ ભાઈ બહેન નથી. આ કોન્ટેસ્ટ પતે પછી હું અમદાવાદ જઈ એના બાપની હાજરીમાં કેયાને મારી પાસે ખેંચી લાવીશ. મારે એને વધુ વાત કરવી ન હતી. આ જાનવરને સમાજમાં ફરતો ના મુકાય. ભલે તે પ્ર્ખ્યાત ધનિક ગાયક કેમ બને.

બસ, મેં બજારમાંથી સાઇલંસર વાળી ગન ખરીદી. દીકરાને હોટલ પર જઈને કપાળ પર ચૂબન કર્યું અને એ જ કપાળ પર એક બુલેટથી રક્ત તિલક કરી મારા સુનીલને પ્રભુધામમાં મોકલ્યો. કઢણ કાળજે એનો અગ્નિ સંસ્કાર પણ કર્યો. હવે હું પણ પ્રભુ શરણે પેટના સંતાનને પોતાનો કરવા જઈ રહી છું.

તમારી દુર્ગા.

ઓફિસરે પત્ર પુરો કર્યો. મૂંગે મહોડે મા દીકરીએ જ્યાં જરૂરી હતું ત્યાં સહી સિક્કા કર્યા. પોલીસ રેકોર્ડ પરની સુનીલ મર્ડર કેસની ફાઈલ કાયમ માટે બંધ થઈ

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ