વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંગુની “દેશી” પાર્ટી અને ઈમિગ્રેશન.

ન્યુ યર ઈવની ખાણીપીણીનો જલસો આ વર્ષે મંગુની મોટેલના નાના પાર્ટી હોલમાં રાખ્યો હતો. અમારું સુરતી મંડળ ઉપરાંત મંગુના બે ત્રણ સગાના ફેમિલીઓ પણ હતા. સાંજે છ વાગ્યાથી જ બધાએ પેટ પૂજા કરવા માંડી હતી. ખાતા પીતા મહિલા વર્ગને ખાધેલું પચાવવા માટે ગરબા-રાસનું મન થયું. બસ શરૂ થઈ ગયું.

એક બાર ચૌદ વર્ષનો પોઈરો અકળાયો. આ બધી દેશી આનટીઓને હાઉ ટુ સેલિબ્રેટ ન્યુ યર ઈવ તેનું ભાન જ નથી.
એની દેશી ગ્રાંડમાએ આ કોમેન્ટ સાંભળી. એઈ ટેણકા, તું મોટો અમેરિકન થઈ ગયો કે બધાને દેશી કેવા લાઈગો.
હા હા આઈ એમ બોર્ન અમેરિકન. નોટ દેશી લાઈક યુ ગ્રાંડમા. સમ ડે આઈલ બી પ્રેસિડન્ટ.

આ વાત તો ત્યાં જ પતી ગઈ. એ છોકરો તો સોડા લેવા આવેલો તે સોડા લઈને ચાલ્યો ગયો. અમારી વચ્ચે દેશીશબ્દ પર ચર્ચા ચાલી. મંગુ સોસિયલ મિડિયા પર ચરતો માણસ. એણે મારા બ્લોગમાં અને મારા ફેસબુકના સ્ટેટસમાં મારો એક આર્ટિકલ વાંચ્યો હતો. એણે કહ્યું આપણા શાસ્ત્રીજીએ એના બ્લોગમાં લખું તે જાણવા જેવું છે. એણે એના ફોન પરથી મારા બ્લોગનો આર્ટિકલનો ભાગ વાંચવા માંડ્યો. શાસ્ત્રીજી લખે છે…..

આપણે જ્યારે દેશીશબ્દ સાંભળીયે કે લખીએ ત્યારે આપોઆપ સમજી લઈએ છે કે દેશી એટલે અમેરિકામાં આવેલા ભારતીય વસાહતીઓ. હું જ્યારે ૧૯૭૦ માં અમેરિકા આવ્યો ત્યારે ઈંડિયનોને માટે આ દેશી શબ્દ પ્રચલિત ન હતો. લેઈટ સેવન્ટિઝમાં અને અર્લી એઇટિઝમાં જ્યારે આ શબ્દો સંભળાતા થયા ત્યારે અમને લાગતું કે આ ભારતથી અમેરિકા આવેલા આવેલા માટે એક અપમાનજનક શબ્દ છે. દેશી એટલે જાણે અભણ, ગામડિયા ઈંડિયન્સ. સમય જતાં આ શબ્દ એટલો બધો સ્વિકૃત થઈ ગયો કે પદ્મશ્રી સુધીર પરિખના વિકલી ન્યુઝ પેપરનું નામ પણ દેશી ટોક થઈ ગયું. વાહ દેશી વાહ.

ઈંડિયન્સએટલે અમેરિકાની મૂળભૂત રહેવાસી પ્રજા જેને ખોટી રીતે ઈંડિયન્સ માની લેવામાં આવી હતી. હવે સાચા ઈંડિયન્સનો ભરાવો થતાં અમેરિકામાં બે જાતના ઈંડિયન્સ થયા. નેટિવ ઈંડિયન્સ કે અમેરિકન ઈંડિયન્સ અને સાઉથ એશિયન ઈંડિયન્સ એટલેકે દેશી

ચાલો આપણે જરા આપણાં દેશીઓની જૂની વાતો જાણીએ.

ઈ.સ ૧૬૮૦માં એક ભારતીય પિતા અને આઈરિશ માતાની દીકરીને અમેરિકામાં ગુલામ તરીકે વેચવામાં આવી હતી અને તે પહેલી ભારતીય છોકરી અમેરિકામાં હતી એવું ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું. સત્તરસોની સદીમાં બ્રિટ્શ
કોલોનિયલ કન્ટ્રીઝ માંથી ગોરા અંગ્રેજોએ આફ્રિકા અને દક્ષિણ અમેર્રિકા, કેરેબીયન દેશોમાંથી કાળા કે બ્રાઉન લોકોને અમેરિકા ગુલામો તરીકે લાવવામાં આવ્યા તેની સાથે જ ભારતમાંથી પણ અનેક ગરીબ, અભણ લોકોને ગુલામ તરીકે લાવવામાં આવ્યા હતા.

૧૭૯૦ના નેચરલાઈઝેશનના કાયદા પ્રમાણે માત્ર ગોરાઓને જ સિટિઝનશીપ આપવામાં આવતી હતી. કાળા કે
એશિયનોને સિટિઝનશીપમાંથી બાકાત રખાયા હતાં. તે સમયે કાળા અને એશિયનોએ મને કે કમને માત્ર શારીરિક નહિ પણ માનસિક ગુલામી પણ સ્વિકારી લીધી હતી.

ભારતમાં પણ ઐતિહાસિક રીતે આપણે ઊચા, ગોરાની માનસિક ગુલામી સ્વિકારતા જ રહ્યા છે. (કેટલાક લોકો
નહેરૂજીની પ્રતિભાને ગોરી ચામડી પ્રત્યેનો પૂજ્યભાવ જ સમજે છે) ચાલો આડી વાતને બદલે અમેરિકન વ્હાઈટ
સુપ્રિમસી અને રેસિયલ ડિસ્ક્રિમિનેશનની સાથે ઈમિગ્રેશનની વાતમાં આગળ વધીયે.

એક એક્ષ્પર્ટના નોંધ્યા મુજબ ૧૮૨૦ થી ૧૯૦૦ એટલે કે એ આઠ દાયકા દર્મ્યાન માત્ર ૭૧૬ ભારતીયો હતા.
કેટલાક એના કરતાં વધારે હતાં એવું માને છે. મોટાભાગના શીખ પંજાબીઓ કેનેડાના બ્રિટિશ કોલ્મ્બિયામાં
રેશિયલ ડિસ્ક્રિમિનેશન અને ગોરાઓના ત્રાસથી અમેરિકામાં આવ્યાં હતાં. તેઓ વોશિન્ગટન, ઓરાગોન,
કેલિફોર્નિયા સ્ટેટમાં ખેતરોમા, રેલરોડ કંપનીમાં કે ફેકટરીઓમાં કામ કરતાં હતાં.

૧૯૦7-૮ દરમ્યાન અમેરિકામાં પણ ગોરાઓની અદેખાઈ વધી ગઈ. સસ્તા દેશી મજુરોની સ્પર્ધાએ તોફાનનું
સ્વરૂપ પકડ્યું અને એશિયન ઈમિગ્રાંટસના હક્કો પર અંકુશ અને કાપ મુકાયો. એઓ જમીન ખરીદી માલીકી હક્ક
ભોગવી ન શકે એવા કાયદા ઘડાયા. શીખ અને બીજા એશિયન ઈમિગ્રાંટ જેઓએ વ્હાઈટ સ્ત્રીઓ સાથે લગ્ન
કર્યા હતા તેઓના યુ.એસ. બોર્ન છોકરાંઓના નામે જમીન અને મિલ્કતો ખરીદવાનું શરૂ કર્યુ તોકેટલાક રાજ્યોમાં,
એન્ટી મિસગેઝનેશન કાયદાએ ભારતીય પુરુષો માટે સફેદ મહિલાઓ સાથે લગ્ન કરવું ગેરકાયદેસર બનાવ્યું હતું.
તે અરસામાં ઘણા ભારતીય પુરુષો, ખાસ કરીને પંજાબી પુરુષો, હિસ્પેનિક સ્ત્રીઓને પરણ્યા હતા.

૧૯૧૦ની આસપાસમાં ભારતિય મૂળના પારસીબાવા ભીખાજી બલસારા પહેલા જાણીતા દેશી અમેરિકાના
નેચર્લાઈઝ્ડ સિટિઝન થયા. ખરેખર એમને ભરતના ગણવાને બદલે ગોરા પર્સિયન નોન હિંદુ ગણવામાં આવ્યા
હતાં. ૧૯૧૩ અને ૧૯૨૩ની વચ્ચે કોકેઝિઅન મનાતા લગભગ ૧૦૦ જેટલાં ભારતના લોકોને નાગરિક્તા
આપવામાં આવી હતી. પાછળથી ગોરી અમેરિકન પ્રજાને એમાં વાંધો પડ્યો. કહે કે આ બધા પ્યોર ધોળીયાઓ
કોકેઝિયન નથી. ગોરિયાઓ સાથે કોઈ સાંસ્કૃતિક સરખા પણું નથી. આપણી મહાનતા સાથે એમને ભેળવવા
યોગ્ય નથી.

બસ ઘણાનું અપાયલું નાગરિત્વ છીનવાઈ ગયું. સિટિઝનશીપ ન મળે મિલ્કત ન ખરીદાય માત્ર મજુર તરીકે જ
રહેવાનું. મૂળ આવનાર વસાહતીઓ પુરુષો હતા અને તેમના અમેરિકન સ્ત્રીઓ સાથેના લગ્નો પર પણ અંકુશ
અવી ગયો હતો એટલે હજારો ભારતીઓ ભારત પાછા ફર્યા. જેમની પાસે પાછા જવા માટે પણ સાધન સગવડ
ન હતા તેઓ હતાસામાં જીવતાં રહ્યા.આ વા જ એક વસાહતી વૈશોદાસ બગાઇએ હતાશામાં આત્મહત્યા કરી હતી.તો બીજી બાજુ એક અંદાજ મુજબ 1920 થી 1935 ની વચ્ચે લગભગ 1,800 થી 2,000 ભારતીય વસાહતીઓ ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ્યા હતાં

૧૯૪૩માં પ્રેસિડંટ રૂઝવેલ્ટે ભારતીઓ પ્રતિ થતા ડિસ્ક્રિમીનલ દૂરકરવાના બીલને સમર્થન આપ્યું અને
૧૯૪૬માં પ્રેસિડન્ટ ટ્રૂમેને ભારતીઓને ઇમિગ્રાંટ તરીકે અમેરિકામાં આવવાનો અને કાયદા મુજબ સિટીઝન
થવાનો અધિકાર આપતા કાયદા પર સહિ કરી. પછીતો ૧૯૫૬માં દિલિપસિંહ સાઉદ કેલિફોરનિયામાંથી હાઉસ
ઓફ કોંગ્રેસમાં ચૂટાયા અને બીજી અને ત્રીજી ટર્મમાં પણ ચૂટાંતા રહ્યા. દિલિપસિંહ કોંગ્રેસમેન તરીકે પહેલા
ઈંડિયન અને એશિયન હતા.

પછીતો પચાસ અને સાઠના દાયકામાં ભારત ઉપરાંત એશિયાના દેશોમાંથી ઘણાં અમેરિકામાં આવવા લાગ્યા.
દરેક દેશ માટે ક્વોટા સિસ્ટિમ પ્રમાણે ઇમિગ્રાંટ આવતા થયા. ઈસ્ટ્કોસ્ટમાં ભારતીયોની વસ્તી પ્રસરવા માંડી.
હવે મજુરી માટે આવતાં ઈંડિયન્સને બદલે ભણવા અને સ્થાયી થવા માટે આવતા લોકો વધવા માંડ્યા.
૧૯૬૫માં પ્રેસિડંટ લિન્ડન બી જોનસને ક્વોટા સિસ્ટિમ નાબુદ કરી અને લાયકાતના ધોરણે વોલિફાઈડ લોકોને
વિઝા આપવા શરૂ કર્યા.

આ કાયદાનો લાભ આપણા ગુજરાતીઓએ સરસ રીતે ઉઠાવ્યો. જેઓ ભણવા આવ્યા હતા એમની પાસે
ઈડિયાની ડિગ્રી તો હતી જ અને અહિનું ભણતર હતું. તેઓએ સહેલાઈથી ગ્રીન કાર્ડ (કાયદેસરના એલિયન કાર્ડ
મેળવ્યા).

લગભગ તે જ અરસામાં ઈંગ્લેંડમાં પણ એજ્યુકેટેડ ઈન્જીનિયર્સ અને સાઈન્ટિસ્ટને લેબર સર્ટિફિકેશન વિઝા
આપવાનું શરૂ કર્યું હતું. મને પાંચવર્ષ કરતાં વધુ ઈંડસ્ટ્રિઅલ લેબનો અનુભવ હતો. મેં કોઈ ગંભીરતા વગર અરજી
કરી. વિઝા મળી ગયા. બસ ગરીબ બ્રાહ્મણને ફરવા મળશે એ લોભથી ઈંગ્લંડ પહોંચી ગયો. સદ્ભાગ્યે બ્રિટિશ
રેલ્વેની રિસર્ચ લેબમાં નોકરી પણ મળી ગઈ. એડવાન્સ સ્પેક્ટ્રોસ્કોપીનો કોર્ષ પણ કરી લીધો. બે વર્ષમાં યુરોપમાં
પણ મફત ફરી લીધું.

બધા યુકેના મિત્રો અમેરિકા જવા માંડ્યા. મારે તો યુકે માં પણ કોઈ સગા નહિ અને અમેરિકામાં પણ કોઇ નહિ.
સુરત છોડ્યા પછી બધું જ સરખું ભારત અને ઈંગ્લેંડનો અનુભવ કામ લાગ્યો. તો હમ ચલે અમેરિકા. ૧૯૭૦માં
અમેરિકા આવ્યો.

તે સમયે એંપ્લોયમેંટ માટે પાંચ કેટેગરીના વિઝા હતા.
Professional preferences
The Immigration and Naturalization Act of 1965 and subsequent legislation
established professional preference categories for individuals seeking visas.
These categories are listed below in descending order, which the highest
preference category listed first: [1] [6]
1. "Persons of extraordinary ability" in the arts, sciences, education,
business, or athletics
2. Individuals holding advanced degrees or possessing "exceptional abilities
in the arts, science, or business"
3. Skilled workers with a minimum of two years of training or experience;
unskilled laborers for permanent positions

4. Other special classes of immigrants, including religious workers,
employees of U.S. foreign services posts, and former U.S. government
employees
5. Individuals investing between $500,000 and $1 million "in a job-creating
enterprise that employs at least 10 full-time U.S. workers"

હું અને મારા મોટાભાગના મિત્ર સેકંડ અને થર્ડ પ્રેફરન્સ કેટેગરીના લાભ લઈને અમેરિકામાં સ્થાયી થયા છીએ.
પછી અમારા સગા આવ્યા, સગાના સગાઓ આવ્યા અને તેના સગાઓ આવ્યા જેમને અમે નથી ઓળખતા
અને તેઓ અમને નથી ઓળખતાં એ સૌ સૌના પ્યારા દેશીઓભલે દેશી કહેવાતા હોય પણ એઓ દેશી નથી.
અમારા કરતાં વધુ કુશળ, એજ્યુકેટેડ અને વધુ સમૃદ્ધ છે.

આ પોસ્ટ વાંચતા સહેલાઈથી એક અનુમાન પર આવી શકાય કે અમેરિકામાં કલર અને રેસિયલ ડિસ્ક્રિમિનલ હતું
જ અને કાયદાથી એ અંકુશમાં આવ્યું છે. એમ તો ન જ કહી શકાય કે એ સંપૂર્ણ નાબુદ થઈ ગયું છે. શૈક્ષણિક રીતે, આર્થિક રીતે ભારતથી આવેલા સ્થાનિક પ્રજા કરતાં ચઢિયાતા સાબિત થયા છે. ગોરા અને કાળાની ઈર્ષ્યાનો
ભોગ બનાય એ પણ શક્યતાઓ તો ખરી જ. પહેલી પેઢી હજુ મુક્ત રીતે સ્થાનિક પ્રહા સાથે ભળી શ્ક્યા નથી.
બીજી પેઢી ને એ ક્ષોભ નથી. માત્ર મૈત્રી સંબંધ જ નહિ; લગ્ન સંબંધ પણ બંધાવા લાગ્યા છે.

મંગુએ વાંચવાનું પુરું કર્યું. પેલા છોકરાની વાતમાં એક તથ્યતો હતું જ. જ્યાંસુધી પ્લેઇન ભરાઈને આવતા રહેશે ત્યાં સુધી પહેલી અને બીજી પેઢીના ભારતીયો દેશી જ રહેવાના અને દેશી જ કહેવાવાના. અમે બધા પહેલી પેઢીના દેશીઓ જ છીએ. ન્યુ યર ઈવની પાર્ટિમાં પણ રગડા પેટિસ કે ઘારી દૂધપાક ખાવાના અને ગરબા પણ ગાવાના જ.
પછી તો ગરબા, રાસ, ભાંગડા, ડેન્સ, અને ખરેખર ૨૦૨૦ની શરૂઆત થતાં જ શેંપેઈંજના ચીયર્સથી દેશી પાર્ટી  મેરિકન પાર્ટી થઈ ગઈ.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ