વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુંતાબ બીચ, મસ્કત

ગઈકાલે friday એટલે વિકલી હોલીડે હોઈ મસ્કતની બહાર પણ નજીકનાં સ્થળ કુંતાબ બીચ ની મુલાકાત લીધી. 

પર્વતો વચ્ચેથી એકદમ ઊંચા ઢાળ અને તિવ્ર વળાંકો વાળા રસ્તાઓ વચ્ચેથી નીકળી જવાનું. નજીક પહોંચતાં ઊંચા રસ્તા નીચે e ગામનાં સાવ ટચૂકડાં મકાનો દેખાય જાણે snow white and seven dwarfs ની વાર્તામાં હોઈએ.

બીચ સામે અફાટ દરિયો જેના રંગો પણ છેક દૂર ભૂરો, નજીકથી ગ્રે વ્હાઇટ, વચ્ચે સફેદ દેખાય. 90 ફૂટ ઊંચી ટેકરી ચડી નીચે જોઈએ ત્યાં દરિયો એકદમ લીલો ને નીચેનું તળિયું પણ દેખાય.

કાંઠે પારદર્શક પત્થરો મળ્યા. એક લીલો કોઈ ગ્રહનાં નંગ જેવો, બે ત્રણ બરફના ગોળા જેવા પારદર્શક. પુત્ર કહે કદાચ ક્વાર્ટઝ હોઈ શકે.

ટેકરા પરથી નીચે ટપકાં જેવા લોકો જોયા. કોઈ ફિશીંગ પણ કરતા હતા. એક હેલિકોપ્ટર પસાર થયું. જાણ્યું કે એ તો સાઈટ સીઇંગ માટે છે. ટિકિટ 100 ઓમાની રીયાલ. એટલે 19000 રૂ! અમે બે અમદાવાદ પહોંચી જઈએ એટલી!

સહેલાણીઓમાં ઓમાનીઓની ઈદ સાવ નજીક હોઈ તેઓ દેખાતા ન હતા પણ કેરાલીઓ કે દક્ષિણ ભારતીયો ખુબ હતા.

સામાન્ય રીતે એકાંત સ્થળ હોઈ એકદમ સ્વચ્છ હતું

અહીં ઓમાનમાં દરિયે નહાવા જાહેરમાં ટુવાલ વીંટી ડ્રેસ ચેન્જ ન થાય. ઉપરનું શરીર ખુલ્લું રાખી પણ ન નહાવાય. ટીશર્ટ અને ઘૂંટણ સુધીનું 3/4 પહેરી જ નહાવા કે તરવાનું. એ સ્વિમિંગ કોસ્ચ્યુમ ચાલે પણ બદલવા ક્યાં જઈએ? એટલે 3/4  પહેલેથી પહેરવું પડે.

ગરમીમાં પગે થપાટ મારતાં મોજાંઓ ની મઝા માણી.

મસ્ક્તની એન્ટ્રી પાસે બેય બાજુ સોનેરી ઘોડાઓ નાં સ્ટેચ્યુ છે.

સારું આઉટિંગ થઈ ગયું.


https://photos.app.goo.gl/Y2dw4fJ3deh9t7Sx6

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ