વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવંત મરણ

ઘોર અંધારામાં રહેતાં આવડી ગયું છે,

મને મસ્તીમાં જીવતાં આવડી ગયું છે!


મરણનો તો ખાલીખોટો ખોફ જ છે,

હરરોજ જીવંત મરતાં આવડી ગયું છે!


આમ પછાડો તેમ પછાડો તોય હવે શું?

પછડાટને ગળે લગડતાં આવડી ગયું છે!


જીદ્દ પકડવી તો રમકડાં સાથે છુટી ગઈ,

એકાંતમાં મનને પંપાળતાં આવડી ગયું છે!


અચાનક જ આમ મોટું થઈ જવાયું મારાથી,

હવે બીજાના આંસુ લૂછતાંય આવડી ગયું છે!


જીવતરના નામનો એક દીવો પ્રગટાવું ‘ઝરણાં’

કારણ! જિંદગીને સરળ કરતાં આવડી ગયું છે!





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ