વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આભાસ

"વિક્રમ, આપણી રુહાની એની સફેદ ઢીંગલી સાથે વાત કરે છે અને આજે તો એ ઢીંગલીને મેં માથુ હલાવતા જોઈ. મને અહીં કંઈક અજુગતું લાગે છે." કહેતી કાવ્યાના કપાળે પરસેવો બાઝ્યો. એના હાથપગ ધ્રૂજી રહ્યા હતા. 


"તું વિચારે છે એવું કંઈ નથી હોતુ કાવ્યા, તારો આભાસ હશે." વિક્રમે કાવ્યાને સમજાવી. 


બીજે દિવસે સવારે બેડરૂમમાંથી વિક્રમનો રમતિયાળ અવાજ આવી રહ્યો હતો, "અલેલે મારી ડાહી ઢીંગલી... ભૂખ લાગી છે તને? શું ખાઈશ? કાવ્યાને? હાહાહાહા. નટખટ.."


કાવ્યા મૂંઝાઈ. એ નાનકડી રુહાનીને ઊંચકીને બેડરૂમમાં પહોંચી. વિક્રમ અને સફેદ ઢીંગલી ખડખડાટ હસી રહ્યા હતા. કાવ્યા ભયથી થીજી ગઈ. રુહાનીનો હાથ કાવ્યાની ગરદન પર વીંટળાઇ રહ્યો હતો. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ