વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાછળ

ભરી મહેફિલમાં અટક્યો હું,
નજર પડી મારી અચાનક, એક ઝૂમખાં પાછળ.

હટાવી લટ ચહેરા પરથી,
જેમ કે નિરખ્યો ચાંદ, ઘેરાયેલા વાદળ પાછળ.

મળી નજરથી નજર સંજોગથી,
ને ચહેરો એનો બન્યો કારણ, મારા એકાંત પાછળ.

નમાવી આંખો ને,
કર્યો એને મજબૂર મને, વળીને જોવા પાછળ.

જોઈ રેલાતું સ્મિત ચહેરા પર,
બની એ કારણ, મારા સ્મિત પાછળ.

નહોતા અલંકાર કે સજાવટ,
હતી ખૂબસૂરતી એની, સાદગી પાછળ.

બાંધી લટ ને કાન પાછળ,
જાણે રાખી એને મર્યાદા, મન પાછળ.

શું વર્ણવું હું શબ્દોમાં એને,
જાણે અનુભવી રહ્યો હતો હું રહસ્ય, "આકાશ" પાછળ.

✍️ચિંતન પટેલ. "અક્ષ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ