વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાંત્વના

વલોપાત નું વલોણું છોડ મારી સહિયર !

  લે ધરપત નો વિંઝણો  ઢોળું .

જીવતર ના ચાસ પડ્યા તારે ભાલે,

   લે, વહાલપ નું ચંદન ચોડું .

નિંદ્રા તો ગયી તારી ગગન ને પાર ને ,

    માંહ્યલામાં બળબળતો તાપ ,

સોણલાં સુકાયા તારા મનમંદિરના ,

   ને ઓવારણાં માંય ધ્રૂજતો સંતાપ ,

ઓજસ નું ઓઢણું ઓઢ મારી સહિયર ,

    લે, તારા પાલવ નું પારિજાત થયી 

                               મ્હોરું .

વલોપાત નું વલોણું છોડ મારી સહિયર 

    લે મધુરપ નું અમૃત ઘોળું ......

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ