વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનાહિતા નું આકાશ કૃષ્ણ

કૃષ્ણ તમારી આંખો ,

               અનાહિતા નું આકાશ 

રુક્મણિ નો પત્ર સમાયો ને,

               દ્રૌપદી નું સન્માન ..

દેવકીમા નુ રુદન ઘૂંટાયું ને, 

               યશોદાનું બ્રહ્માંડ ..

કૃષ્ણ તમારી આંખો ,

               અનાહિતા નું આકાશ .

ગોપીઓ ની વહાલપ છલકે  ને,

              રાધા નો સુનકાર ..

ગીતાબોધ ની સરિતા વહેતી ને, 

             મીરા ના એકતારા  ની મીઠાશ ..

કૃષ્ણ તમારી આંખો ..

             અનાહિતા નું આકાશ .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ