વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાહત નું ગીત

સપનું મારુ સતરંગી ,

       ઉડ્યું સમંદર પાર ..

કેસૂડાં ની કવિતા લઈ 

         નિયતિ ની પાંખે સવાર.

સપના ની આંખો વિસ્મય થી ભરપૂર ,

સપના ની વાતો હાસ્ય થી ચકચૂર ,

સપના ના સપનાઓ બહુ સોનેરી ભાઈ ,

સપનાના ગીતો સુરમયી કાઈ ..

           સપનું મારુ સતરંગી 

                  ઉડ્યું સમંદર પાર ...

સપના ની સાથે છલકતી હું 

સપના ની સાથે મલકતી હું ..

વિરક્તિ ન આવે હજી  મને કાનજી 

સપના ની મમત માં હું રાજી રાજી ..

          સપના તને ઘણી ખમ્મા ....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ