વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મણિકર્ણિકા ઘાટે

પુરી થયી એક વાર્તા મણિકર્ણિકા ઘાટે 

     

એક હતો જીવ ,

                પામવા જઈ રહ્યો છે શિવ ..

                         આ મણિકર્ણિકા ઘાટે !

વાર્તા તો રહી અધૂરી એમ તો ,

દેહયાત્રા બસ વિસામા ની વાટે ..

                         આ મણિકર્ણિકા ઘાટે !

ભભૂકતી ચિતા , શ્વાન રુદન 

                        ચંદ્રમા ચમકે આકાશે ,

ગંગામૈયા વહે યુગો થી ,

                      સાક્ષીભાવે પગથારે ..

                   આ મણિકર્ણિકા ઘાટે !

મુક્ત થયા બંધનો સઘળા ,

                આતમ પંખી તું કર્મ પોટલી ના સહારે ,

કાલે ઉગશે આદિત્ય ફરી ,

મ્હોરી ઉઠશે પ્રકૃતિ ,

       પખાળશે ગંગા ફરી કોઈ રાખ ને...

                 આ મણિકર્ણિકા ઘાટે ......

      

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ