વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મમતા

સવેંદના વિસ્તરી તો મમતા થયી ગઈ

વેદના જો ખરી તો દુઆ  થયી ગઈ..

 

સજળ નયને ચૂમ્યું મેં મસ્તક તારું ,

તપસ્યા સઘળી આશિર્વાદ થઈ ગઈ..

 

નિર્વાણ કદાચ મળતું હશે ઉપાસના થી ,

હું તો બસ સાધકો ની અન્નપૂર્ણા થઈ ગઈ ..

 

અવતરવું પડે છે તારે જનની ની કૂખ થી ,

હું તો બસ એ પીડા ની પરિચારિકા થઈ  ગઈ ..

               સંવેદના વિસ્તરી તો મમતા થઈ ગઈ ....

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ