વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઇકુ

હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત હનુમાનજી પર હાઇકુ મોકલું છું આશા છે કે આપને પસંદ આવશે


રાખ્યા છે ઋણી 

રામને, હનુમાને

લાવી ઔષધ 


સમજી ફલ 

ગ્રહ્યો સૂરજ, છાયો 

જગે અંધાર


લઈ અંગૂઠી

ધરી શિર રામાજ્ઞા 

ઊડ્યા લંકા


રાખવા માન

બ્ર્હ્માસ્ત્રનું, બંધાયા 

હનુમાનજી


સદા તત્પર 

કરવા રામ સેવા 

પવન સુત


દાસ્ય ભક્તિનું

સર્વૌચ્ચ પ્રમાણ છે

હનુમાનજી


આજ્ઞાપાલન

સમુદ્ર ઉલ્લંઘન

કાર્ય મહાન


સોની મીનાક્ષી 

માંડવી કચ્છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ