વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બે ગલૂડિયાં

મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
            કાળા ને ધોળા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
           પૂછડી પટપટાવતાં એ ગલૂડિયાં.
મુજ  આંગણ આવ્યાં  બે ગલૂડિયાં,    
           હવે રોટલી નહી ખાતા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
           કેક-બિસ્કીટ ખાતા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
            દૂધ જટપટ પીતા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં.
             ચપ્પલ લઈ ભાગતા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
              રાત્રે આંગણ સૂતા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
            ભસ-ભસ કરતાં એ ગલૂડિયા.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં,
            જબકી જગાડી દિધા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં.
        ધરારને બારણાં ખોલાવ્યા એ ગલૂડિયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડિયાં.
         ચોરોને પકડાવી દીધા એ ગલૂડીયાં.
મુજ આંગણ આવ્યાં બે ગલૂડીયાં,
         મુજને લાગતાં વહાલાં એ ગલૂડિયાં.
Asha bhatt 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ