વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરકતી યાદ

ઉગે છે સોનેરી અમથું, ઝળહળતું રાત્રિની ચાંદનીમાં,
ડૂબે છે આ સઘળું, ખળભળતું હ્રદયની નીરવતામાં.

ઉગે છે કેમ આજે ઉરમાં તારામાં તન્મયતાની તાલાવેલી?
ડૂબે છે મારી અંદરની મહેચ્છા બની રાધા તારામાં ઘેલી

ઉગે છે કેમ પ્રશ્ર્નો આપણા એક હોવાની સાબિતીઓમાં
ડૂબે છે તારા ઉત્તરો આંખની પેલે પારની ઊંડાઈઓમાં...

ઉગે છે એક સંવેદના મારા મનથી પણ મોટા પડછાયામાં
ડૂબે છે એક સાંજ તારા વિરહથી અછડતા આંદોલનમાં

ઉગે છે એક યાદ સરકતા તારા શ્વાસની ઉઘડતી મહેકમાં,
ડૂબે છે એક યાદ 'નિશબ્દા' બની આથમતા છેલ્લા તારકમાં

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ