વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રભુ મહાવીર

એક જનમ્યો રાજદૂલારો દુનિયાનો તારણહારો,

વર્ધમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો.

મહાવીર પ્રભુ જન્મ કલ્યાણક  પર્વ નિમિત્તે શુભેચ્છઓ 


કંચન ને કામિની છોડ્યાં,

રાજપાટ ને વૈભવ છોડ્યાં,

સાધનાનો માર્ગ અપનાવી આઠે કર્મોનાં ભુક્કા કર્યાં,

     એવા ત્યાગી ને વૈરાગી મારાં પ્રભુ મહાવીર.


બળતા સંસારે નીર સમાન,

આંતરશત્રુ નાથવાં તીર સમાન,

પંચ મહાવ્રતો પાળ્યાં ગીર સમાન,

નથી કોઈ વિશ્વમાં મારાં વીર સમાન,

          એવા ત્યાગી ને વૈરાગી મારાં પ્રભુ મહાવીર.


અહિંસાનો માર્ગ બતાવ્યો,

દિવ્યપ્રેમનો સંદેશ ફેલાવ્યો,

શાશ્વત સુખનો માર્ગ સમજાવ્યો,

શુદ્ધ આચાર અને નિતીથી આતમ અજવાળ્યો,

          એવા ત્યાગી ને વૈરાગી મારાં પ્રભુ મહાવીર.


મારું સ્થાન બસ તારાં ચરણ,

નથી લેવું મારે કોઈ બીજું શરણ,

ભક્તિ એ ભીંજવું મુજ અંત:કરણ 

તુજ આલમ્બને સિદ્ધિ વધુનું કરવું છે વરણ,

       એવા ત્યાગી ને વૈરાગી મારાં પ્રભુ મહાવીર.


        કાજલ શાહ

આ મારી સ્વરચિત રચના છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ