વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્નેહ બંધન

ઉભયમાં જો પ્રગટે સમાન સંવેદન,

લાગણીનું મળે જ્યાં પૂર્ણ ઇંધણ,

પથ ધૂંધળો થઈ જાય રોશન.

    એજ તો છે સાચું સ્નેહ બંધન.


સ્નેહ એવું છે મધુ બિંદુ,

બળતા દિલને મળે જો ટીપું,

રુઝવી વ્રણ, ખીલવે તનમન,

       એજ તો છે સાચું સ્નેહ બંધન.


સ્નેહીની ઉપેક્ષા, એ પ્રભુ ઉપેક્ષા,

સ્વાર્થ ને અહમ સહ ન કરવી સમીક્ષા,

નિર્મળ સ્નેહની સરવાણીથી મહેકવીએ જીવન,

    એજ તો છે સાચું સ્નેહ બંધન.


મળે જો એક સંબંધ એવો,

સતત સ્નેહધારા વરસાવે એવો,

તો ન કરમાય કદીયે આ મનસુમન,

      એજ તો છે સાચું સ્નેહ સંબંધ.

      કાજલ શાહ

મુંબઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ