વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપન વાવશું

જીવતર સાકાર..


પાંપણનાં અંતરપટે,છે એક ખૂણો ખાસ,

સાચવી રાખ્યો છે ત્યાં તારા નામનો આભાસ.


આંખનાં ઘરે જ્યાં ઉગે અંધારું,

તુજ ચહેરા રૂપી ચાંદનો ત્યાં થઈ જાય ઉજાસ.


ને ત્યાં તો મનખેતરમાં દિવા પ્રગટે,

ને લાગણીની નહેરો ઉમટે ચોપાસ.


ચલ લાવ સખા ટોપલો સપનનો આજ,

એક એક સપન વાવશું  ત્યાં  પાસપાસ.


આદિત્ય સંગે એની ફૂટશે કુપણો,

ચાલ ને ભરીયે એમાં સંગાથે શ્વાશ.


જીવતર આમજ થઈ જાશે સાકાર,

જયારે એક એક સપન એનો લેશે આકાર.

કાજલ શાહ

મુંબઈ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ