વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનની ખેતી

"મનની ખેતી"

આજ ઘડીક કરી મેં મન કેરી ખેતી

જરીક ઊંડે જઈ ખેડી મેં ધરણી

       ને ફંફોસી મરકટ માયાવી મતિ

      આજ ઘડીક કરી મેં મન કેરી ખેતી...

નર્યું નીંદણ ને દ્વંદ કેરાં ઢેફા

 લોભ મદ મોહ ને કામ ક્રોધ  તણી ભરી  છે ત્યાં રેતી...

આજ ઘડીક કરી મેં મન કેરી ખેતી..

ગીતાના પાઠને સત્સંગનું ખાતર

જપતપ તણો દીધો મેં તડકો

ભજનને ભક્તિ ની વરસાવી વાદળીઓ

જીવન વાટડી મુકી એમ મેં વહેતી...

આજ ઘડીક કરી મેં મન કેરી ખેતી...

સત્ ચિત્ત આનંદ તણી ફૂટે છે કૂંપળો

ને લહેરાય પ્રભુ પ્રેમ તણો ફાલ

હોંશે હોંશે લણી એને

          ઝંખું અંત સમયની સદ્ ગતિ...

    આજ ઘડીક કરી મેં મન કેરી ખેતી.

                        ..."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ