વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈશ્ક-એ-ઝાકળ..!


એક ઝાકળ અંગડાઈ લઈ રહ્યું છે,

ફૂલની પ્રીતમાં પાગલ ઘેલું બની રહ્યું છે.


એક ઝાકળ અદાકારી કરી રહ્યું છે,

પાંદડી પર સરકતું ચંચળ લાડ કરી રહ્યું છે.


એક ઝાકળ કલાકારી કરી રહ્યું છે,

મોરપંખ સમ સુહાગી શરમાતું ખીલી રહ્યું છે.


ઝાકળ તો ઈશ્કની હદ વટાવી રહ્યું છે,

જોઈ એનું આ બદમાશ દિવાનાપન..

નટખટ સૂરજ પણ આંખ મિચોલી કરી રહયો છે!


વાદળોની ફોજ પણ આવી રહી છે,

ઝરમર ઝરમર બુંદો ધમાલ કરી રહી છે..

ફૂલો પર પાણીની ટપોટપ છાલક મારી હસી રહી છે!


ઝાકળે પણ સામે બાંયો ચઢાવી લીધી છે,

નાદાન દીવાનગી આખરે અજબ રંગ લાવી રહી છે. 


એક ઝાકળ વર્ષામાં ભીંજાઈ રહયું છે,

મદહોશ થઈ મૌકતિક જણસ સમ સોહી રહ્યું છે.


ઝાકળની‌ માસૂમિયતને છુપાવી લીધી છે,

ફૂલોની પત્તીએ આગોશમાં એને સમાવી લીધું છે.


ઝાકળની મહોબ્બત અદ્ભૂત રંગ લાવી છે,

ભોળું ફૂલ પણ હરખાતું ચાહતમાં ઘાયલ થઈ રહ્યું છે. 


એક મસ્તાનું ઝાકળ વિખૂટું પડી રડી રહ્યું છે,

ફૂલ પણ એનામાં ફના થવા નમી નમીને ડાળીથી છૂટું પડી રહ્યું છે.


એમ જ બસ આ ઈશ્ક-એ-ઝાકળનું મિલન મુગ્ધતાની હદ વટાવી રહ્યું છે,

બંને એકબીજામાં ખોવાઈને મલકાતાં નવી સફરની શરૂઆત તરફ પ્રયાણ કરી રહ્યા છે.


એક ઝાકળ મોહક અંગડાઈ લઈ રહ્યું છે,

ફૂલની પ્રીતમાં સુભાગી પાગલ ઘેલું બની રહ્યું છે..!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ