વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ શબ્દસાગર-૫


વર્ણાનુપ્રાસ હાઈકુઓ


(૧)

મળી નજરો,

મનમાં ઊગ્યું સ્વપ્નું,

મુક્યો પ્રપોઝ.!        

(૨)

એકમેકમાં,

ઓતપ્રોત શમણાં,

આંખોમાં જાદુ.!      

(૩)

ખોવાયું સ્વપ્નું,

ખાલીખમ ખિસ્સામાં,

ખખડ્યો ઝભ્ભો.!       

(૪)

ઢોલિયે બેઠી,

ઢાળીને ઘૂંઘટડો,

ઢોળાઈ આશા.!     

(૫)

ઠારીઠામ થૈ,

ઠાઠમાઠમાં બેઠી,

ઠગારી ઈચ્છા.!    

(૬)

પલિતો ચાંપે,

પ્રણયના ખ્વાબમાં,

પાપી કામાંધ.!       

(૭)

ફીકી વસંત

ફેશનેબલ નારી

ફિગર ચિંતા.!      

(૮)

માનવ દેહ,

માટીના રમકડાં,

મૃત્યુપાશમાં.!   

(૯)

મીઠું બોલીને,

મન મનાવે લોકો,

માંહ્યલો મેલો!

(૧૦)

નિલગગને,

નટખટ સૂરજ

નારંગી મોતી!


એકાંતની કલમે..✍️જયંતિલાલ વાઘેલા (એકાંત)


વર્ણાનુપ્રાસ હાઈકુ રચના (5,7,5)જાપાનીઝ પદ્યસ્વરૂપોની આ (5,7,5) ની રમતમાં પુષ્કળ વૈવિધ્ય ભરેલું છે.હાઈકુ જેવાં પદ્ય સ્વરૂપો એ જાપાનની વિશ્વને મળેલી અણમોલ ભેટ છે.

કવિ શ્રી બાશોએ કહ્યું છે કે હાઈકુમાંથી જેટલા વધારે અર્થ-સંકેતો,શબ્દચિત્રરૂપે પ્રગટ કરી શકીએ,તે હાઈકુ ઉત્તમ પ્રકારનાં ગણાય !ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ