વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમ-બંધ

હું સંબંધ છું. મારાં સર્જકે મને જ્યારે નામ આપ્યું અને મારો જન્મ થયો એ પહેલાં એણે ક્યારેય વિચાર્યું પણ નહીં ‌હોય કે હું દિલમાં કે દિમાગમાં ક્યાંય નહીં પણ જિંદગીમાં આવવાનો છું. સૌથી પહેલો સંબંધ આ દુનિયામાં બંધાયો ખાલી અવકાશ સાથે અને એ મારાં જન્મનું સ્થાન. એટલે જ કદાચ મને જાણનારા, પામનારા, ઓળખનારા, મળનારા સૌને ખાલી અવકાશ સાથે ઝડપથી ઓળખાણ થઈ જાય છે. 

આમ તો મારી વાત કંઈ રોચક નથી. આજનાં જમાનામાં તો એનું કંઈ મૂલ્ય પણ નથી. પરંતુ લુપ્ત થતાં પહેલાં મેં એક નાનકડો પ્રયાસ કરવાનું વિચાર્યું. અને હું આજની પેઢી સમક્ષ હાજર થયો. આ ઈન્સ્ટાગ્રામ એ આજની પેઢીનું ઉત્તમ ઔષધ છે ને? એટલે મને થયું કે કોઈ પણ સંસ્કૃતિ બચાવવા માટે યુવાન પેઢીને આગળ કરવી જરૂરી છે. હું પણ માનવજાતની સંસ્કૃતિનું જ એક અંગ છું. મારે પણ લુપ્ત નથી થવું. બચવા માટે છેલ્લી વખત ધમપછાડા કરું છું. બાકી તમને જેમ યોગ્ય લાગે તેમ.


થોડો થાક લાગ્યો છે. એકલતાનો..... થોડો આરામ કરી ફરી મળું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ