વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આપણા વ્યવસાયકારો

જંગલના પ્રાણીઓ બન્યા વ્યવસાયકાર…(૨)

         જંગલના પ્રાણીઓ…

હાથીભાઈ બન્યા હલવાઈ,

બનાવે પેંડા 'ને રસ મલાઈ.

         જંગલના પ્રાણીઓ…

દરજીડો તો બન્યો દરજી,

સિવે કપડાં આપણી મરજી.

         જંગલના પ્રાણીઓ…

વરુભાઈ બન્યા વકીલ,

કદી ના હારે એનો અસીલ.

         જંગલના પ્રાણીઓ…

કાગડાભાઈ બન્યા કડિયા,

ઘર બનાવે વાપરી નળીયા.

         જંગલના પ્રાણીઓ…

સસલાભાઇ તો સફાઈકર્મી,

સ્વચ્છતા રાખે પરમધર્મી.

          જંગલના પ્રાણીઓ…

કૂતરાભાઈ તો બન્યા કુંભાર,

માટલાં બનાવે ખૂબ અપાર

          જંગલના પ્રાણીઓ…

શિયાળભાઈ બન્યા સુથાર,

બનાવે ખુરશી જોરદાર.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ