વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવા દાદા


  અડધી રાતે અચાનક બાથરૂમમાંથી પાણી પડવાનો આવાજ કાને પડતાં જીવાદાદા પથારીમાંથી સફાળા બેઠાં થઈ ગયા. 

"એ હરિયા! ઊભો થા ને ભાઈ! બાથરૂમમાં જઈને જો તો,  પાણીનો નળ ફરી પાછો નીકળી ગયો લાગે છે."  જીવાદાદાએ ગળું સાફ કરતાં કહ્યું. સામેથી કોઈ જવાબ ન મળ્યો.

"એલા ઊભો થઈને જરીક જો તો ખરા! એવી તે કેવી નીંદર છે તારી ભાઈ! તું હલવાનું નામેય નથી લેતો. " જીવાદાદા ફરીવાર તાડુક્યા.

"છેલ્લીવાર કહું છું. હવે જો ઊભો નથી થયો ને તો ઓલી બંદૂક તારી હગલી નઈ થાય. આજે  એક અઠવાડિયાથી તને કહું છું. બાથરૂમનો નળ બદલી નાખ! બાથરૂમનો નળ બદલી નાખ. પણ મારું આય સાંભળે કોણ? હવે ઊભો થા! અત્યારે જ બદલી નાખ નળ.નહીતો આવી જ બન્યું તારું સમજજે!" જીવાદાદાએ હાથછડીને ટેબલ ઉપર પછાડી.

      કાંચ હટાવીને બાથરૂમની અંદર પેસેલા બે ચોરો જીવાદાદાની ગુસ્સા ભરી વાતો સાંભળી. ઝડપથી એ જ રસ્તેથી પાછા બહાર નીકળી ગયા.
"ભારે છે, યાર આ માથાભારે માણસ! એક નળ ન બદલાયો એમાં તો દીકરા સામે બંદૂક તાકીને ઊભો રહી ગયો. જો એ આપણને જોઈ ગયો હોત તો, આપણને તો મારી જ નાખ્યા હોત."

   જીવાદાદાએ  રૂમની બારીમાંથી ચોરોને મુઠ્ઠીઓવાળી ભાગતા જોયા.  જીવદાદાએ ધીમા પગલે બાથરૂમના બંધ દરવાજાને ખોલ્યો. નળ બંધ કર્યો. અને દરવાજાને સ્ટોપર ભીડી દીધી. "રામ! રામ!" કહેતાં જીવાદાદા પથારીમાં  ફરી પાછા આડા પડી ગયા. 

દિવ્યા જાદવ.




 

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ