વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ સુધરતી દુનિયામાં

આ સુધરતી દુનિયામાં,
ગજબ ફેરફાર થાય છે.
દીકરા ફરે મોજમજામાં,
બાપ બાપડા કમાય છે.
તૃષા નરની નજરોથી,
અબળાઓ રિબાય છે.
નાની દીકરી મોટીના સાથમાં,
ચાર ફેરામાં હોમાય છે.
નાણાં ભીડની લાહ્યમાં,
અભણ ગરીબ શેકાય છે.
રાજકારણની આગમાં,
ભોળી જનતા લપેટાય છે.
આ સુધરતી દુનિયા,
ક્યાં જઈ, ક્યારે રોકાશે?

 કનૈયા પટેલ "રાધે"
નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ