વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂકંપ!

ખાટલો થર-થર કંપી ગયો,
ઝબકીને હું તો જાગી ગયો.
પણ, તિમિરમાં તેજ નહોતો થયો,
ઘરમાંથી બહાર ભાગી ગયો.
ને, નજર આકાશ ભણી માંડી.
ત્યાં જ પગ ખેંચાયા મારા,
દ્રષ્ટિ ભોંય પર માંડુ તે પહેલાં,
ફાટી પડી આ ધરા પળવારમાં,
શૂન્યતા છવાઈ કર્કશ અવાજ સાથે,
ધરતીના છોરું માથે,
વિકરાળ ભૂકંપ વિંઝાઇ ગયો,
કુદરતની અદ્ભૂત લીલા,
અવની માથે ઘસી પડી,
તો, હું શું ચીજ!?

કનૈયા પટેલ "રાધે"
નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ