વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુદરતના કરિશ્મા

આપણા દેશમાં  એટલા સુંદર વનો ઉપવનો છેકે  આપણે જોઈને આશ્રય ચકિત થઈ જઈએ. એવા સુંદર નયનરમ્ય જંગલોમાં સુંદર કલકલ કરતાં વહેતાં ઝરણાં,ઉંચા ઉંચા ડુંગરો ને તેની વચ્ચે વસેલા નાના ગામડાઓ.જાણે ડુંગરો ના શિખરો આભને અડીને  કંઈક એકબીજાને આલિંગન આપી રહ્યા હોય.એકબીજાને પ્યારથી ચૂમી રહયા હોય તેવું લાગે છે.સવારમાં વહેલા સૂર્ય દેવ તેમના ઘોડેસવાર થઈ આવે ત્યારે જાણે અંબર સોનાની થાળી ધરી આપ ણને અંધારામાં અંજવાળુ પાથરવા દીવડો ધયૉે હોય તેવું સુંદર વાતાવરણ સજૉય.પંખીઓ આકાશમાં ઉડવા લાગે પક્ષીઓ ઝાડ પર સુંદર ગીતો ગાય .પશુઓ ખેતરને જંગલ તરફ જાય.પણિહારીઓ ટોળે વળી પાણી ભરવા નીકળે.ને એક બીજા સાથે વાતો કરતી હસી મજાક કરતી જાય.અને બેડા જાણે માથે સોના તાંબાના ઝળહળતા દીવા મૂકયા હોય તેમ સૂયૅ ના કિરણોમાં ચમકીને ચોકની સેજ પૂરે. આવા સુંદર દ્રશ્યો જોઈ એક કવિની  શાયરની કલમ કાગળ પર જે અક્ષરોના મહેલ સજાવે એતો એજ જાણે કે ,ખરેખર આ કુદરતે કેવા સુંદર વરદાન આપ્યા છે. જેને જોઈ ને એક રોગી ઊભો થઈ જાય.એક ભોગી દીવાનો બની દર દર ભટકવા લાગે.કામદેવને રતિનો ફૂલડે ફૂલડે પ્રેમી હૈયાનુમિલન સજૅન રૂપે ઉતરી આવે છે. આ કુદરતને કાપીને નષ્ટ ન કરો આ કુદરતની સુંદર દેણ છે.કેજે જડી બુટ્ટીને ઔષધીઓથી ભર પૂર  છે.પ્રભુને એકાંતમાં મળવાનું ,જપ, તપ.ને યોગ સાધનાનું  ધામ છે.જ્યા હજારો પશુપક્ષીઓનોવાસછે.દિવ્યમહાપુરૂષો.યોગીઓ,જોગીઓ, સંત મહાત્માઓ વસે છે.પ્રભુનો સાક્ષાત્કાર પામે છે.આપણને આપણા સુંદર ઈતિહાસની ધરોહર પૂરી પાડે છે.તો આપણે આપણા વડવાઓની વિરાસતને લુપ્ત થતી બચાવવી જોઈએ.જેથી ફરી પહેલાની જેમ જંગલ માં મંગલ થાય.વરસાદ હવા ,પાણી કુદ રતી રીતે આપણને મળતું રહે.તો ચાલો રોજ એક છોડ કે ઝાડ વાવીએ ને કુદરતને બચાવી એ.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ