વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગાથ જોઈએ છે તારો...


  • ​સંગાથ જોઇએ છે તારો....

  • ​સાથ જોઈએ છે તારો , સંગાથ જોઈએ છે તારો
  • ​પ્રેમનો વરસાદ જોઈએ છે તારો,
  • ​રિસાઈ જાઉ જો હુ , તો તું મનાવે એવો સંગાથ જોઈએ છે તારો,
  • ​જ્યારે પણ બનુ નાનું બાળક , જીદ પૂરી કરે તું એવો સંગાથ જોઈએ છે તારો,
  • ​આમ તો ઘણી સમજદાર છુ હુ પણ નાદાનીમા પણ સંગાથ જોઈએ છે તારો,
  • ​સપના ઘણા સેવ્યા છે મે ,પૂરા કરે તુ એવો સંગાથ જોઇએ છે તારો,
  • ​લડે વઢે એનો વાંધો નથી, પણ પ્રેમમા સંગાથ જોઇએ છે તારો,
  • ​એકલી ના મૂકે મને એવો સંગાથ જોઈએ છે તારો,
  • ​ગુસ્સો તો ખુબજ કરું છુ હુ, પણ પ્રેમમા પણ સંગાથ આપીશ તારો,
  • ​તુ જેમ જીદ પૂરી કરે છે મારી ,ચિંતા ના કર હુ પણ  જીદ પૂરી કરીશ તારી,
  • ​સંગાથ માત્ર માગીશ નહી, પણ સંગાથ પણ આપીશ તારો.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ