વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી માડી

        નથી  ભજતી શ્રીહરિ

                મારી માડી જ મારા શ્રી હરિ.

          નથી જાતી મંદિરીયે

                મારી માડી જ મારૂ મંદિરીયુ..

            નથી માંગતી વરદાન

   મારી માડીનો હાથ મારા શિરે એજ મોટું વરદાન..

          નથી ચાહતી વૈકુંઠધામ

          મારી માડીના ચરણો જ મારું વૈકુંઠધામ..

        નથી જોવા સર્જનહારને

               મારી માડી જ મારો સર્જનહાર...

               મારી માડી જ મારા ચારે ધામ

              મારી માડી જ મારો તારણહાર.

હિના દવે

વડોદરા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ