વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસ્તિત્વ મારું

થઈ એ અમે ગમે તેટલાં મોટાં,

હાથ મારો જોઈએ તારા હાથમાં,


નાક ,નકશો અને નેણ પણ,

બોલવાની રીતભાત પણ.


 પ્રેમ,  ઉમળકો અને લાગણી પણ,

છે અદલોઅદલ તારા પર.


જોઈ  કહે પડછાયો તારો,

હરખ ન  સમાતો હ્રદયે મારો.


થઈ એ અમે ગમે તેટલાં મોટાં,

હાથ મારો જોઈએ તારા હાથમાં.


મા તારા વિના ઓળખ મારી શું?

 અસ્તિત્વ તારા થકી  મારું.


તોરલ શાહ (તોશા)

૯/૫/૨૨

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ