વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એસિડિટી કે હાર્ટબર્ન ના સરળ ઉપાય

ક્યારેક કોઈ કારણ વગર કે ક્યારેક હોટેલ અથવા પાર્ટીમાં જમ્યા પછી છાતીમાં અર્ધી રાતે તીવ્ર બળતરા થતી હોય છે.

કેટલાકને મળત્યાગ ત્રણ ચાર દિવસ સુધી ન થાય તો અસુખ, ક્યારેક પેટ ચૂકાય ને તાવ સુદ્ધાં ચડી જાય તેવું બને છે.

અમુક કેસમાં પેટમાં ચાંદા પડી જાય કે ખાટા ઓડકારો આવે અને અમુક કેસમાં તો શ્વાસ રૂંધાઇ ઉલ્ટી પણ થઈ જાય છે.

આ બધાં લક્ષણો એસિડિટી કે હાઇપર એસિડિટી નાં છે.

ક્યારેક ચિંતા કે સ્ટ્રેસ પણ આવાં લક્ષણો કરી શકે છે.

તેનું મૂળ કારણ જઠરમાં ખોરાક પચાવતા રસો વધારે માત્રા માં ઉત્પન્ન થાય કે આંતરડાં એકદમ સંકોચાઈ જતાં જઠર રસ જ તેની દિવાલો સાથે ઘસાઈ છોલી નાખતો હોય છે.

હાર્ટ બર્ન નું કારણ ખોરાક ન પચતાં કહોવાઈ ગેસ બને એ છે. એ ઉપર આવે એટલે અન્નનળી અને આંતરડાંની શરૂઆત વચ્ચેનો વાલ્વ ખોરાકને નીચે ધકેલી ન શકતાં ત્યાંથી ખોરાક  કે ગેસ બહાર આવવા પ્રયત્ન કરે એ છે. આવા કેસમાં એકદમ શ્વાસ રૂંધાઇ ધડાકા ભેર ઉલ્ટી  થાય છે કે માત્ર છાતીમાં બળતરા થાય છે.

આ પ્રકારની તકલીફો માટે યોગ નું વિજ્ઞાન શું કહે છે તે ટુંકમાં  અત્રે જણાવીશ.


પેટમાં ગરમીને કારણે આવું થતું હોઈ પ્રથમ તો સિત્કરી કે શિતલી પ્રાણાયમ કરો.

અવારનવાર આવું થાય એટલે જઠર રસ જરૂર કરતાં વધારે જલદ બને છે એ છે અથવા એટલી જ જલદતાનો જઠર રસ આંતરડાં શોષી શકતાં નથી.

તેને માટે સાદા ઉપાયો. 


1. તળેલું ને  તીખું કે ભારે ખાવાનું બંધ.

આનાથી આંતરડાં ને ઓછું જોર પડતાં થોડા વખતમાં સ્થિતિ સામાન્ય થઈ જાય છે. 

2. પાણી દર 3 કલાકે 1 ગ્લાસ પીવું . આ થી જઠર રસ ની અમ્લતા (એસિડિટી ) કંઇક અંશે મંદ પડતાં રાહત થાય છે.


3. પેટ ક્યારેય ફૂલ ભરવું નહીં પણ 4 ખાતાં હો તો 3 રોટલી ખાવી. એક ને બદલે બે વાર જમો તો ચાલે એટલે દિવસમાં 4 વાર થોડું જમો.  આનાથી પાચન તંત્ર ને ઓછું કામ કરવું પડવાથી જલ્દીથી સામાન્ય સ્થિતિ આવી જતી હોય છે. 

4. રેસા વાળાં પદાર્થો વધુ ખાવા જેવા કે ભાજી,લીલોતરી શાક. વધુ એસિડિટી વાળા લોકો અઠવાડિયે એક વાર એક ટંક સલાડ પર રહી શકે તો વધુ ફાયદો થાય છે.

5. જમ્યાના  અર્ધા કલાક પહેલાં પાણી પી લો અને જમ્યા પછી વજ્રાસન અને 200 ડગલાં ચાલો. જમીને 1 કલાક પછી જ પાણી પીવો. આથી ખોરાક જલ્દી સેટલ થાય છે અને bowels ને ગતિ મળતાં સાથે આંતરડાં પણ સક્રિય થતાં જલ્દી પાચન થાય છે.

 6. ગરમ ઉકળતી ચા કે કોફી ન પીવો પણ સાવ હૂંફાળી થાય પછી પીવો. સામાન્ય તરીકો -  કપમાં આંગળી બોળી જુઓ. જો આંગળી દાઝતી લાગે કે સહન ન થાય તો એ આંતરિક ત્વચા પણ સહન નહીં કરી શકે.

7. છાશ કરતાં દહીં વધારે ખાવ. કહે છે કે દહીં ની સ્નિગ્ધતા અને સાવ પ્રવાહી ને બદલે સેમી સોલીડપણું  આંતરડાંના સોજા કે છોલાયા ઉપર મલમ જેવું કામ કરે છે.

8. જેટલા દિવસો પેટની તકલીફ લાગે તેટલા દિવસ દૂધ પીવો નહીં. એક જગ્યાએ વાંચ્યું હતું કે ભાત ને બદલે ઘઉં ખાવાથી ફૂડ પોઈઝન જેવી સ્થિતિમાં જલ્દી રાહત મળે છે.

9. અગ્નિસાર નામનો પ્રાણાયમ જેમાં પેટના સ્નાયુઓને હળવે હળવે અંદર તરફ ખેંચી ઢીલા મૂકવાના હોય છે તે ક્રિયા પાચન તંત્રને સુદ્રઢ કરે છે.

આશા છે આ માહિતી સહુને ઉપયોગી થશે.

***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ