વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મજિયારું

મજિયારું


હતી મજિયારાની મજા કાંઈ ઓર

        સૌ  સુખદુઃખના  સાથી  હતા

બંધાયા હતા એક તાંતણે સૌ

       કામકાજ પણ નોખા નોખા હતા

સચવાતા વ્યવહારોને રસોડું એક જ

       પંગતમાં જમવાના એ દિવસો હતા

હતો પ્રેમ અને લાગણીઓ છલોછલ

         સમાનતાના ભાવો છલકાતા હતા

જવાબદારીઓનું વહન કરતા મોભીઓને

          બધાની જરૂરિયાત સંતોષતા હતા

 નાનેરાં બાળને દુલાર મળતો દાદાનો

           બહુ  લાડપ્યારથી ઉછેરતા હતા            

પિંખાયો છે માળો આજે સંયુક્ત કુટુંબનો

        મજીયારાની યાદમાં અશ્રુ સારતા હતા

          

                 ©મહેશ રાઠોડ,'સ્નેહદિપ'

                    હિંમતનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ