વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચેતી જજો..

કારખાનાંની ચિમનીનો ધૂમાડો, રૂંધી નાખશે માનવીનાં શ્વાસ...ચેતી જજો!

માંડ માસ્કથી છૂટ્યા છો, ભૂલી ન જતાં કોરોનાનો ત્રાસ...ચેતી જજો!


ઓછાં ખડકજો કોંક્રિટ તણાં જંગલો હે માનવો!

ધરતી પર જગ્યા રાખી ઊગવા દેજો લીલું ઘાસ..ચેતી જજો!


ઓછી કરજો નદીને, મલિન ઓ લોકો તમે,

પાપ ધોવાનાં નામે ન કરજો જળનો હ્રાસ...ચેતી જજો!


બસ કરજો હવે, પ્રદુષિત કરવાનું પૃથ્વીને, 

અબોલ જીવ સૃષ્ટિનો કરજો ન વિનાશ...ચેતી જજો!


એક વૃક્ષ વાવવાની, 'ઝંખના' રાખજો ઉછેરવાની,

બેફામ કરી ચૂક્યાં છો લીલાં જંગલોનો નાશ..ચેતી જજો!  


જાગૃતિ, 'ઝંખના મીરાં'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ