વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસાવી લે વૃંદાવનમાં

મનમાં વસી ગયો છે નંદ કિશોર

હવે ના જઈશ બીજી કોઈ ઓર

વસાવી લે મને વૃંદાવનમાં હવે


સોંપ્યું મારું જીવન તમને

રાખ જેમ રાખવી હોય મને

તારા દર પર પડી બધું છોડી હવે

જઈશ નઈ હવે કોઈ ઓર

વસાવી લે મને વૃંદાવનમાં હવે


દાસી બની સેવા કરીશ

મધુકરી માંગી કલેવા કરીશ

તારાજ દર્શન કરીશ ઉઠીને ભોર

જઈશ ના હવે કોઈ ઓર

વસાવી લે મને વૃંદાવનમાં હવે


અરજી મારી મંજુર કરજે

વૃંદાવનથી દૂર ના હવે કરજે

કહે કૃપા હારી હાથ જોડી

જઈશ ના હવે કોઈ ઔર

વસાવી લે મને વૃંદાવનમાં હવે


મનમાં વસ્યો નંદકિશોર

જુગલ અનુરાગી નવલ કિશોર

જઈશ ના હવે કોઈ ઓર

વસાવી લે મને વૃંદાવનમાં હવે


કૃપા શામરીયા

અમદાવાદ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ