વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું છું રાધા!

હું છું રાધા, તારી વાંસળી મહીં સૂરની;

તું છે મારો કાન જેના વિરહમાં હું ઝૂરતી.


બેઠીતી કદંબની ઝાડે તારા ચરણોની પાસે;

આજે નથી એ ઝાડને નથી ચરણો ચોપાસે.


વનરાવનનાં વૃક્ષો વચ્ચે એ રાસલીલા મધરાતે;

નથી જોયો ક્યારેય ચાંદ પછી પુનમની મધરાતે.


યમુનાજીનાં કાંઠે જે'દિ ચોર્યાતાં ગોપીઓનાં ચીર;

આજે ગોપીઓનાં ચીર,ચોર નથી ચોરતો લગીર.


તારી લિલાઓ પૂરી કરવા તે મને છોડી મજધારે;

જયાં છે કાનો ત્યાં છે રાધા ,બસ એજ મજધારે.


                                   -દિનેશ બામણિયા.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ