વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પારેવું

પેલા પારેવાંને પોંખ્યું

રે આજ,મે તો 

પેલાં પારેવાં ને પોંખ્યુ


છોડી દઇ માળો એ

આવ્યું મુજ આંગણે

તેની આંખમાં બ્રહ્માંડ

ને મેં જોખ્યું

રે આજ મેં તો. . . . . 


કલરવ કરતું એ તો

ક્યાંય – ક્યાંય ઉડે

ને ચણતું ચણ! 

છે ચાંચ જ્યારે બોખ્યું

રે આજ મેં તો. . . . . 


ઉગતાં સૂરજની સાથ

ઉઠ્યું પહોરમાં

 શું પાંખ માંહે

દિશા ચક્ર ગોખ્યું !

રે આજ મેં તો. . . . . 


થોડું ચણ ચાંચમાં

લઇને ફરી આવ્યું

કે મારું બચ્ચું થયું

 હશેને ભુખ્યું ?

રે આજ મેં તો. . . . . 


ના કોઇ ચિંતા કે ના ચાલાકી

તેં એ કર્યું જે, વિધાતાએ લખ્યું

રે આજ મેં તો. . . . . 


પેલા પારેવાંને પોંખ્યું!

રે આજ,મે તો 

પેલાં પારેવાં ને પોંખ્યુ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ