વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જ્યાં-જ્યાં નજર મારી..(કવિ કલાપી વિષે ..)



સંવેદનશીલ કવિ કલાપી..



૨૬ જાન્યુઆરી ૧૮૭૪નાં રોજ જન્મેલા જાજરમાન કવિ એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. જોકે એમનું આ નામ તો એની રચના પાછળ પાઠ્યપુસ્તકો સિવાય ભાગ્ય જ દેખાય. જી હા, વાત થઈ રહી છે કવિ કલાપીની. ૧૯૦૦ ની સાલમાં ૯મી જૂનનાં દિવસે તો આ લાગણીશીલ કવિએ ફાની દુનિયાને અલવિદા કહી દીધી અને તે પણ અકુદરતી! એમ કહેવાય છે કે એમને ઝેર અપાયું હતું.

એમની જીવન યાત્રા મોટે ભાગે  ખૂબ દુઃખદ  હતી. આંખો નબળી, રાજવી કુટુંબના કલેહ અને ખટપટોનો ભોગ બનેલ કલાપી પાંચ ચોપડી જ  ભણી શક્યા . ઘરે ખાસ શિક્ષક રાખી અંંગ્રેજી, ફારસી, સંસ્કૃત, ઉર્દુનું જ્ઞાન કેેેેળવ્યુું. કવિ તો જન્મ લે બની ન શકાય એ 
ન્યાયે  ઓછુું ભણતર તેમની સર્જન શક્તિને નડ્યું નહીં.

નાની ઉંમરમાં એમનાથી આઠ વર્ષ મોટા રમાબા અને બીજા લગ્ન બે વર્ષ મોટા આનંંદી

બા સાથે કરાયા. રમાબા સાથે આવેલ દાસી મોંઘી જે પાછળથી શોભના કહેવાઈ એની સુંદરતા, નિકટતા અને ભોળપણ તથા રચનાઓ તરફની રુચિ , સમજણ આ બધી બાબતો આ ભાવુક કવિને તેનાં પર ઓળઘોળ કરી ગઈ. એની સાથેનાં લગ્ન એ એમનાં જીવનમાં અનેક આંતરિક ને બાહ્ય વિગ્રહ ઊભા કર્યા. 


અલબત્ત કેટલાંક દર્દ જ સુંદર રચનાઓનાં જનક બને!  કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્ય કલાપ, તેમનાં રચેલ નોંધપાત્ર દીર્ઘ કાવ્ય તથા ઉચ્ચ કક્ષાનાં અંંગ્રેજી નવલકથાનાં અનુવાદ ,તેમનાં મૃત્યુ પછી સંપાદિત થયેલ પત્રો આ બધાંની યાદી તો મોટી છે ને કદાચ નાની વયે અકુદરતી રીતે એ જો મૃત્યુ ન પામ્યાં હોત તો આ યાદી હજુ લાંબી થાત. 

જોકે 'જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની'....આ એક કાવ્ય જ એની પોતીકી વેદના સંવેદનાનો પરિચય આપે છે.

એમની ઇશ્કે મિજાજી કરતાં ઇશ્કે હકીકી ગઝલો વધુ ઉર્મિ સભર હતી.


"હવે દમ નથી દમમાં..

ફકીરી હાલ મારો છે..

પરેશાની જ છે રાહત..

ફકીરી હાલ મારો છે.."


સંગીત પ્રત્યેની એમની લાગણી પણ એક કવિતામાં એમ છતી થાય છે જ્યારે પ્રિયાને દરેક કામ ગીત સ્વરૂપે કરવાનું કહે છે.


 એમનું ખંડકાવ્યનું ચરિત્રાકંન ખૂબ શુદ્ધ હતું. હા, આ સંવેદનશીલ કવિ રાજધર્મ બજાવી જવા છતાં રાજકાજમાં ખુદને ગોઠવી ન શક્યા. 


તેમનાં જીવન પરથી એક ચિત્રપટ પણ બન્યું. એમનાં જન્મ સ્થાન લાઠીમાં એમનાં નામે કલાપી તીર્થ સંગ્રહાલય છે. ગુજરાત કે ગુજરાતી ભાષા આ નામ કદી નહીં વિસરે અને કહેશે, કહેતી રહેશે  "જ્યાં...જ્યાં...નજર...મારી ઠરે..યાદી ભરી ત્યાં આપની..!"


જાગૃતિ, 'ઝંખના'મીરાં'..

 




  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ