વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી વહાલી માં વંશી

એક મમતાની મૂરત હતી તું પ્યારી માં.
ચાંદની શીતળ છાંવ સમી પૂણિૅમાં માં.
સ્નેહની સરગમ સરિતા સરવાણી માં.
ભીને સૂઈ સુકે તું જ સુવડાવતી મને માં.
 મધ મીઠું શું અમૃત પાન કરાવતી તું માં.
ભૂખી રહી ભોજન તું જ કરાવતી મનેમાં.
હેતે હાલરડાં ગાતા હસીને સુવાડતી માં .
આંખો માં અમી ભરી નવડાવતી જ માં.
તારા જવાથી  જાણે જગ ખાલી થયું માં.
જાણે પંખીવનમાં એક વંટોળ આવ્યો માં.
અમને એકલા છોડી તને વહાવી ગયું માં.
તારી ખોટ સદા અમને  સાલશે જીવનમાં.
સુખ સાગરમાં મોજું જાણે શમી ગયું માં.
તું ભલે ચાલી ગઈ યાદ હંમેશા તું રહે માં.
મારા સુખ દુખમાં તુંજ યાદ આવીશ તુંમાં.
હંમેશા તારી મીઠી છાંયમાં રાખજેતુંજમાં.
હંમેશા તારી મીઠી છાંવમાં રાખજેતુંજમાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ