વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરોવર કિનારે!

નિર્લેપ શાંત સરોવર કિનારે,

        યાદોનું ધાડું લઈ જઈ ચડ્યો!

લીધી હાથમાં નાની કાંકરી ને,

       સ્થિર નીરને ડહોળી ચૂક્યો!

વમળની ગતિમાં ખેંચાયો,

      ભૂતકાળની ગર્તામાં ડૂબી ચૂક્યો!

સઘર્ષરત પ્રેમની ગાંડી ઘેલશા,

      આરંભે જ ત્યાં ડુબાડી ચૂક્યો!

વિરહ ભરી વેદના લઈ,

      શમણાં સર્વે સળગાવી ચૂક્યો!

અંતરમન અંજપો અનુભવે,

     કેમ? સાથ મજધારે મૂક્યો.


કનૈયા પટેલ "રાધે"

નાના ચિલોડા, અમદાવાદ.

તા. 14-6-22

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ