વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિતા

ઘેઘુર ઈક વડલો હતો
ને ઈક પિતા બહુ હતાં વિશાળ

.  એના શરણોમાં  છુપાઈ છે
. ભક્તિ ની પાવનધાર

. એવા મારાં પિતા વિશાળ.

 પહોર ઘડી જે પાંસે બેસી જાતા
 નિરમળ આનંદ લઈને જાતાં

 વાણી સુંદર મધ્યમ બોલે,
લાગે ઝીણી નદીઓ ડોલે.

              શબ્દેશબ્દ મા સમજણના તોલ
, ચતુર સુજાણ કરે એનાં મુલ. 

         વિશાદ નો સાગર એની અંદર
, દિલ દરિયો ને પેટ સમંદર. 

         હાથ માથે જયારે મુકે,
આકાશ થી પણ ઊંચાં લાગે. 

         ધીરગંભીર ને એકલવાયા
 ચારેકોર તોફાન ના વાયરા વાયા. 

             જાણે કોઈ માનવતાનો અવતાર
 એવાં અમારા પિતા હે કીરતાર

. શીદને તે બોલાવી લીધા
, ફરી મળવાનાં કોલ ના દીધા. 

                લાંબો અનંત એ છે વિયોગ
ફરી ક્યારે થાશે મળવાનાં યોગ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ