વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું બનીશ?

કવિ હું બનું
તો, તું રસમધુર
કવિતા બનીશ

સાગર હું બનું
તો, તું ખળખળ વહેતી
સરિતા બનીશ?

શાયર હું બનું
તો, તું મનમોહક
શાયરી બનીશ?

સુમન હું બનું
તો, તું સુપ્રભાતે ફેલાતી
સુરભી બનીશ?

ગર્જના હું બનું
તો, તું તેજીલી
વિજળી બનીશ?

વિધાર્થી હું બનું
તો, તું જ્ઞાનનો અફાટ
ભંડાર બનીશ?

 કનૈયા પટેલ "રાધે"
 નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ